Raj Thackeray’s MNS may lose recognition: નિષ્ણાતોના મતે વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક અથવા 8 ટકા વોટ શૅર ન મળે તો માન્યતા રદ થઈ શકે છે. રાજ ઠાકરેએ આજે સવારે 10.30 વાગ્યે તેમના ઘરે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી.
રાજ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 ના (Raj Thackeray’s MNS may lose recognition) પરિણામો જાહેર થઈ ગયા છે અને વિજેતા મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથ) નવી સરકાર સ્થાપવા જઈ રહી છે. જોકે એવી એવો પણ પક્ષ છે જેના પર પરિણામ બાદ એક રાજકીય પાર્ટી તરીકેની માન્યતા રદ થવાની પણ તલવાર તોળાઈ રહી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) પર પક્ષ તરીકે માન્યતા રદ થવાની મુસીબત આવી છે કારણ કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માં મનસેને એકપણ બેઠક મળી નહોતી આ અંગે હવે પાર્ટીના વડા રાજ ઠાકરેએ બેઠક બોલાવી છે.
મનસેની માન્યતા રદ આ કારણોસર થઈ શકે છે
ADVERTISEMENT
રાજયમાં 288 બેઠકો માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં (Raj Thackeray’s MNS may lose recognition) ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનને જંગી જીત મળી છે. જોકે ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટી MNSનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેની પાર્ટીની માન્યતા પણ રદ્દ થઈ શકે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની માન્યતા રદ કરી શકે છે. નિષ્ણાતોના મતે વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક અથવા 8 ટકા વોટ શૅર ન મળે તો માન્યતા રદ થઈ શકે છે. રાજ ઠાકરેએ આજે સવારે 10.30 વાગ્યે તેમના ઘરે પાર્ટી નેતાઓની આત્મનિરીક્ષણ બેઠક બોલાવી છે. મનસેની આ બેઠકમાં ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે.
મનસે અને બીજા રાજકીય પક્ષોને કેટલા વોટ મળ્યા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની (Raj Thackeray’s MNS may lose recognition) મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 120 કરતાં પણ વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને આમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહોતો. રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે પણ માહિમ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, MNS ને ચૂંટણીમાં માત્ર 1.55 ટકા વોટ મળ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, મહાયુતિની ભાજપે 132 બેઠકો, NCP 41 અને શિવસેનાએ 57 બેઠકો એટલે કે કુલ 230 બેઠકો પર જીત મેળવી છે. તે જ સમયે, મહાવિકાસ અઘાડીની શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેને 20 બેઠકો, કૉંગ્રેસ 16 અને NCP શરદ ચંદ્ર પવારે 10 એમ કુલ 46 બેઠકો જીતી છે અને બાકીની 12 બેઠકો પર અન્ય પક્ષો અથવા અપક્ષ ઉમેદવારોએ જીતી મેળવી હતી.