બિઝનેસમૅન રાજ કુન્દ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પૉર્નોગ્રાફી મામલામાં સમન્સ મોકલીને સોમવારે એટલે કે આજે સવારના ૧૧ વાગ્યે EDની ઑફિસમાં પહોંચવાનું કહેવામાં આવ્યું છે
રાજ કુન્દ્રા
બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમૅન રાજ કુન્દ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પૉર્નોગ્રાફી મામલામાં સમન્સ મોકલીને સોમવારે એટલે કે આજે સવારના ૧૧ વાગ્યે EDની ઑફિસમાં પહોંચવાનું કહેવામાં આવ્યું છે. EDએ શુક્રવારે ૪૯ વર્ષના રાજ કુન્દ્રાના ઘર અને ઑફિસ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ બાબતે પૂછપરછ કરવા માટે રાજ કુન્દ્રાને સમન્સ મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ના માર્ચ મહિનામાં પૉર્નોગ્રાફીના કેસમાં રાજ કુન્દ્રા સહિત કેટલાક આરોપીઓ સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત ક્રિપ્ટો કરન્સીના મામલામાં પણ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે ફરિયાદ નોંધીને તેમની ૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.