પ્રાયોગિક ધોરણે પસંદગીની ટ્રેનો માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં બોરીવલીને બદલે આ ટ્રેનોને અન્ય સ્ટેશનો પર રોકી શકાય છે
ફાઇલ તસવીર
બોરીવલી રેલવે સ્ટેશન (Borivali Railway Station) મુંબઈ (Mumbai)ના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક ગણાય છે. આ સ્ટેશન પર ભીડ ઓછી કરવા માટે રેલવેએ હવે મહત્ત્વનો નિર્ણય લીધો છે. એપ્રિલ-મેથી બોરીવલી સ્ટેશન પર ભીડ ઘટાડવાના પાયલોટ પ્રોજેક્ટમાં કેટલાક લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજને પશ્ચિમ રેલવેના અન્ય સ્ટેશનો વચ્ચે ફેલાવવામાં આવશે.
હાલમાં, ગુજરાત અને દિલ્હી જતી ઓછામાં ઓછી પાંચથી છ ટ્રેનો ઓળખવામાં આવી છે, જે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન અથવા બાંદ્રા ટર્મિનસથી શરૂ થયા પછી બોરીવલી સ્ટેશન પર ઊભી રહે છે. રેલવે હવે આ ટ્રેનોને દાદર, અંધેરી, બોરીવલી, વસઈ, બોઈસર અથવા પાલઘર જેવા સ્ટેશનો પર રોકવાની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
પ્રાયોગિક ધોરણે પસંદગીની ટ્રેનો માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં બોરીવલીને બદલે આ ટ્રેનોને અન્ય સ્ટેશનો પર રોકી શકાય છે. રેલવેનું કહેવું છે કે આના કારણે બોરીવલી સ્ટેશન પર ભીડ ઓછી થઈ શકે છે. લગભગ 75થી 80 ટકા મુસાફરો બોરીવલી સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેનોમાં ચઢે અને ઊતરે છે.
આ પણ વાંચો: Mumbai: જૂન 2024 સુધીમાં તૈયાર થઈ શકે છે જોગેશ્વરી ટર્મિનસ
આ સ્ટેશનો પર થઈ રહ્યું છે વધારાનું કામ
અંધેરી, બાન્દ્રા ટર્મિનસ, બેલાપુર, બોરીવલી, ભાઈખલા, ચર્નીરોડ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ચિંચપોકલી, દાદર, દિવા, ગ્રાન્ટ રોડ, જોગેશ્વરી, કલ્યાણ, કાંજુર માર્ગ, કુર્લા, લોકમાન્ય તિલક ટર્મિનસ, લોઅર પરેલ, મલાડ, મરીન લાઈન્સ, માટુંગા, મુંબઈ સેન્ટ્રલ, મુમ્બ્રા, પરેલ, પ્રભાદેવી, સેન્ડહર્સ્ટ રોડ, શહાડ, ઠાકુર્લી, થાણે, ટિટવાલા, વડાલા રોડ, વિદ્યાવિહાર અને વિક્રોલી જેવા સ્ટેશનો પર પણ પ્રવાસીઓ માટે હજી વધારે સુવિધાઓની પણ શરૂઆત કરવાામં આવી રહી છે.