Rahul Narwekar: મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતા રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. તેઓ 2019 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર હીરા નવાજી દેવસીને 48,500 થી વધુ મતોના માર્જિનથી હરાવીને આ વખતે ફરીથી ચૂંટાયા હતા.
રાહુલ નાર્વેકર (તસવીર: એજન્સી)
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા રાહુલ નાર્વેકરને (Rahul Narwekar) સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. કોલાબાના 47 વર્ષીય ધારાસભ્ય એકનાથ શિંદે સરકારમાં સ્પીકર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતા રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. તેઓ 2019 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર હીરા નવાજી દેવસીને 48,500 થી વધુ મતોના માર્જિનથી હરાવીને આ વખતે ફરીથી ચૂંટાયા હતા.
રાહુલ નાર્વેકર અગાઉ શિવસેના (Rahul Narwekar) અને એનસીપી સાથે સંકળાયેલા હતા. તેમણે શિવસેના યુવા વિંગના પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી. 2014 માં, શિવસેના સાથે હોવા છતાં, તેમણે લોકસભાની ચૂંટણી લડવાની માગ કરી હતી પરંતુ તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. નાર્વેકર રાજકીય પરિવારમાંથી આવે છે, તેમના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર હતા. NCPના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ અને સ્પીકર રામરાજે નાઈક-નિમ્બાલકર તેમના સસરા છે. શિવસેના સાથે 15 વર્ષ વિતાવ્યા પછી, નાર્વેકરે 2014 માં પાર્ટી છોડી દીધી જ્યારે તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ નકારવામાં આવી. ત્યારબાદ તેઓ NCPમાં જોડાયા, જેણે તેમને માવળ લોકસભા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા. જોકે તે ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો જે બાદ તેઓ ભાજપ સાથે આવ્યા હતા.
ADVERTISEMENT
વિધાનસભાના સ્પીકરપદની ચૂંટણી પહેલા શું બન્યું?
વિધાનસભાની ચૂંટણીમાં (Rahul Narwekar) પ્રચંડ બહુમતીથી વિજય મેળવનારી મહાયુતિ તરફથી ગઈ કાલે વિધાનસભાના સ્પીકરપદ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોલાબા વિધાનસભાના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ સ્પીકર રાહુલ નાર્વેકરે ગઈ કાલે ફરી એક વાર ઉમેદવારી નોંધાવી હતી. બીજા કોઈએ સ્પીકરપદ માટે ઉમેદવારી નથી નોંધાવી એટલે આજે સ્પેશ્યલ સેશનના ત્રીજા દિવસે રાહુલ નાર્વેકર જ સતત બીજી વખત વિધાનસભાના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે એ નક્કી જ હતું.
વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીના (Rahul Narwekar) એક પણ પક્ષને ૨૯ બેઠક નથી મળી તો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવામાં આવશે? એવા સવાલના જવાબમાં રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ‘ગઈ ટર્મમાં મેં પક્ષપાત કર્યા વિના જવાબદારી સંભાળી હતી તો પણ વિરોધ પક્ષોએ મારી ટીકા કરી હતી. વિધાનસભામાં વિરોધ પક્ષનો નેતા કોણ બનશે એનો નિર્ણય લેવાનો અધિકારી સ્પીકરને હોય છે. નિયમમાં જે બેસતું હોય એ મુજબ નિર્ણય લેવાય છે. જો હું સ્પીકર બનીશ અને વિરોધ પક્ષના નેતા નીમવા બાબતની વાત મારી પાસે આવશે ત્યારે અમે વિચાર કરીને નિર્ણય લઈશું. રાજ્યના ૨૮૮ વિધાનસભ્યોને ન્યાય નહીં અપાય તો જનતા સાથે અન્યાય થશે એવું લાગશે. બધાને ન્યાય આપવો એ સંસદીય લોકશાહી માટે ખૂબ મહત્ત્વનું છે.’

