સોમવારે બપોરે સ્પેશ્યલ ફ્લાઇટમાં નાંદેડ આવ્યા બાદ લોકસભામાં વિપક્ષના નેતા સોમનાથ સૂર્યવંશીના ઘરે બાય-રોડ પહોંચશે.
રાહુલ ગાંધી
જેલ-કસ્ટડીમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા પરભણીના યુવાનના પરિવારને મળવા આવતી કાલે રાહુલ ગાંધી પરભણી આવવાના છે. સોમવારે બપોરે સ્પેશ્યલ ફ્લાઇટમાં નાંદેડ આવ્યા બાદ લોકસભામાં વિપક્ષના નેતા સોમનાથ સૂર્યવંશીના ઘરે બાય-રોડ પહોંચશે.
૧૦ ડિસેમ્બરે પરભણીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળાને એક માનસિક અક્ષમ વ્યક્તિએ નુકસાન પહોંચાડ્યા બાદ થયેલા તોફાનમાં સોમનાથ સૂર્યવંશીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જેલમાં રહ્યાના ૭૨ કલાકમાં જ તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.