Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી જતી ફ્લાઇટમાં મહિલાએ પ્રવાસીઓને માર્યા, CISFને બચકું ભર્યું, જાણો આખી ઘટના

દિલ્હી જતી ફ્લાઇટમાં મહિલાએ પ્રવાસીઓને માર્યા, CISFને બચકું ભર્યું, જાણો આખી ઘટના

Published : 19 August, 2024 04:37 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indigo Airlines: આ મહિલાનો જ્યારે તેના સહ-યાત્રીઓએ વિરોધ કર્યો તો તેણે તેમને લાત અને મુક્કા મારવાનું શરૂ કરી દીધું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)


નવી દિલ્હી જતી એક ઈન્ડીગો એરલાઇનની ફ્લાઇટ પુણેના લોહેગાંવ એરપોર્ટ પર લેન્ડ થતાં ત્યાં હંગામો થયો હતો. હંગામો કરનાર વાકડની મહિલા હતી. તેણે બે સહ-યાત્રીઓ અને એક CISF કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. સવારે લગભગ 7.45 વાગ્યે બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન આ ઘટના બની હતી. મહિલાને નવી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી (Indigo Airlines) ઉતારવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ પહેલા તેની બાજુની સીટ પર બેઠેલા સહ-યાત્રીઓ પર હુમલો કર્યો. જ્યારે ક્રૂએ તેને રોકવા સીઆઈએસએફના જવાનોને બોલાવ્યા, ત્યારે તેણે થપ્પડ મારી અને કોન્સ્ટેબલ પ્રિયંકા રેડ્ડીને માર માર્યો. આ મહિલા ગૃહિણી છે અને તેનો પતિ સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે એક સંબંધીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે દિલ્હીની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હતી. સંકેશ્વરીએ કહ્યું, `શનિવારે સવારે લગભગ 7.45 વાગ્યે, જ્યારે કપલ પ્લેનમાં ચડ્યું ત્યારે પ્લેનમાં બેસવાની પ્રક્રિયા ચાલી રહી હતી. મહિલાએ જોયું કે બે મુસાફરો તેમની આરક્ષિત સીટ પર બેઠા છે અને ગુસ્સે થઈ ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા.


આ મહિલાનો જ્યારે તેના સહ-યાત્રીઓએ વિરોધ કર્યો તો તેણે તેમને લાત અને મુક્કા મારવાનું શરૂ કરી દીધું. આ પછી, પ્લેનમાં હાજર ક્રૂએ વચ્ચે પડીને CISF ટીમને (Indigo Airlines) બોલાવી. આ પછી, કોન્સ્ટેબલ પ્રિયંકા રેડ્ડી (26) અને તેની સાથીદાર સોનિકા પાલ પ્લેનમાં ચઢ્યા અને મહિલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે રેડ્ડીને થપ્પડ મારી અને તેને બચકું ભર્યું. આ પછી CISFના અધિકારીઓએ મહિલાને કંટ્રોલ કરીને પ્લેનમાંથી બહાર કાઢી હતી. સંકેશ્વરીએ કહ્યું, `આ પછી અધિકારીઓ કપલને એરપોર્ટ પોલીસ પાસે લઈ ગયા.` CISF કોન્સ્ટેબલે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહિલા વિરુદ્ધ સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા, હુમલો કરવા અથવા સરકારી કર્મચારીને તેની ફરજ બજાવવાથી રોકવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વરિષ્ઠ નિરીક્ષક અજય સંકેશ્વરીએ જણાવ્યું કે મહિલાને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે. નોટિસમાં લખ્યું છે કે તેમણે અમારી તપાસમાં સામેલ થવા આવવું પડશે. "એવું લાગે છે કે મહિલાને ઘરે મેડિકલ ઈમરજન્સી હતી અને તે ખૂબ જ નર્વસ હતી," એમ CISF અધિકારીએ જણાવ્યું હતું.



ઈન્ડિગોના સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે મહિલાને નો-ફ્લાય લિસ્ટમાં (Indigo Airlines) મૂકવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, `યાત્રીઓ સાથેની ઘટના બાદ પાયલટે તેને લઈ જવાનો ઈન્કાર કરી દીધો અને તેને વિમાનમાંથી ઉતારવા કહ્યું. એરલાઈને અમને મદદ માટે બોલાવ્યા કારણ કે તે વધુ ગુસ્સે અને હિંસક બની ગઈ હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, `પુણેથી દિલ્હી જતી ફ્લાઈટ 6E-5261માં સવાર આ મહિલાના વર્તનના આધારે અનિયંત્રિત જાહેર કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2024 04:37 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK