Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Pune Road Accident: પુણેમાં બેકાબૂ પોર્શ કારે બાઇકને અડફેટે લીધી, બેનાં મોત

Pune Road Accident: પુણેમાં બેકાબૂ પોર્શ કારે બાઇકને અડફેટે લીધી, બેનાં મોત

Published : 19 May, 2024 04:23 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પુણે શહેરના ડીસીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ સામે IPCની અનેક કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના પુણે (Pune Road Accident)માં ગઈકાલે રાત્રે (18 મે) કલ્યાણી નગર વિસ્તારમાં એક ઝડપી પોર્શ કારે બાઇકને પાછળથી જોરથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક ચાલકે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને તે કેટલાય મીટર સુધી ખેંચાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતાં.


પુણે (Pune Road Accident) શહેરના ડીસીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ સામે IPCની અનેક કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપીને કહ્યું કે, આરોપીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.



પુણે (Pune Road Accident) પોલીસને સવારે લગભગ 3 વાગે આ ઘટનાની માહિતી મળી હતી. ફોન કરનારે પોલીસને પુણે બુલર પબ પાસે રોડ અકસ્માતની જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે, પુણે શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે અગાઉ ગાઈડલાઈન્સ જાહેર કરીને કહ્યું હતું કે, તમામ બાર, પબ, રેસ્ટોરન્ટ અને રૂફટોપ હોટેલ્સ રાત્રે 1 વાગ્યા પછી બંધ થઈ જશે.


સગીર આરોપીઓની મેડિકલ તપાસ કરવામાં આવશે

પુણે પોલીસે આ કેસમાં પોર્શ કારના સગીર ડ્રાઈવરની અટકાયત કરી છે, જે એક રિયલ એસ્ટેટ ડેવલપરનો પુત્ર છે. પુણે શહેરના પોલીસ ડેપ્યુટી કમિશનર વિજય કુમાર મગરે જણાવ્યું હતું કે, “અમે સગીરે દારૂ પીધો હતો કે નહીં તે જાણવા માટે તબીબી તપાસ માટે અટકાયતમાં લીધો છે.”


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નજીકમાં ઉભેલા લોકો કાર ચાલકને મારતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, અકસ્માત બાદ તે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર લોકોએ તેને રોક્યો, જેમણે તેને પોલીસને સોંપતા પહેલાં તેને ખૂબ માર માર્યો હતો.

બંને મૃતક ઘરે પરત ફરી રહ્યા હતા

પુણે પોલીસે મૃતકોની ઓળખ અનીસ અવધ્યા અને અશ્વિની કોસ્ટા તરીકે કરી છે. બંને રેસ્ટોરન્ટમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કલ્યાણી નગર વિસ્તારમાં પાછળથી એક લક્ઝરી પોર્શ કારે મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પુણેનાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવાનો પુણેના કમિશનરે આપ્યો આદેશ

ઘાટકોપરમાં બનેલી હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે પણ આવી કોઈ ઘટના ન બને એ માટે પુણેમાં લગાડાયેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પુણેમાં કુલ ૨૫૦૦ હોર્ડિંગ્સ છે અને લગભગ એટલાં જ ગેરકાયદે છે. એ બધાં જ હોર્ડિંગ્સની માહિતી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે હોર્ડિંગ્સ ગેરકાયદે હશે એમનાં લાઇસન્સ રદ કરવામાં આવશે. જે હોર્ડિંગ્સ બરાબર નહીં હોય અને જોખમી જણાશે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવો આદેશ પુણેના મ્યુનિસિપલ કમિશનર ડૉ. રાજેન્દ્ર ભોસલેએ આપ્યો છે. એટલું જ નહીં, એ ગેરકાયદે હોર્ડિંગ કેટલા વખતથી લગાડેલું હતું એની ગણતરી કરીને એના પર ટૅક્સ પણ વસૂલ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2024 04:23 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK