પુણેમાં અચાનક જ ભારે વરસાદ (Pune Rains) શરૂ થયો અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. ગાજવીજ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો અને વાદળ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી હતી
પ્રતીકાત્મક તસવીર
શાંત અને સ્વસ્થ રહેતા પુણેના લોકો આજે ભારે પરેશાન થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. પુણેમાં અચાનક જ ભારે વરસાદ (Pune Rains) શરૂ થયો અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. ગાજવીજ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો અને વાદળ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી હતી. આજે સાંજે પડેલા વાદળ ફાટવા જેવા વરસાદને કારણે પુણેમાં 31 સ્થળોએ અચાનક પૂર (Pune Rains) જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને મંત્રી ચંદ્રકાંત પાટીલ અને સાંસદ મુરલીધર મોહોલે આ વરસાદ બાદ મહત્વપૂર્ણ અપીલ કરી છે.