Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણે પોર્શ કાર અકસ્માત કેસના આરોપી બાબતે પોલીસને મળી છે આવી ચોંકાવનારી માહિતી

પુણે પોર્શ કાર અકસ્માત કેસના આરોપી બાબતે પોલીસને મળી છે આવી ચોંકાવનારી માહિતી

Published : 22 May, 2024 02:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pune Porsche Accident: આ ઘટના બાદ આરોપીને લોકો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જોકે તે સગીર હોવાથી તેને માત્ર 15 કલાકમાં જામીન આપવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ પોલીસે આરોપીની પોર્શ કાર અને મૃતકોની બાઇકને તાબામાં લીધી હતી.

અકસ્માત બાદ પોલીસે આરોપીની પોર્શ કાર અને મૃતકોની બાઇકને તાબામાં લીધી હતી.


કી હાઇલાઇટ્સ

  1. પુણેમાં થયેલા આ અકસ્માતને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે.
  2. અકસ્માતના આરોપીને અટકાયત બાદ માત્ર 15 મિનિટમાં જામીન આપવામાં આવ્યા હતા.
  3. આ મામલે હવે રાજ્યના મુખ્ય પ્રધાને પણ કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્રના પુણેમાં થયેલા રોડ અકસ્માતના (Pune Porsche Accident) કેસને લઈને આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે તેમ જ આ ઘટનાના લઈને રાજકારણ પણ ગરમાયું છે. પુણેમાં એક વિખ્યાત બિલ્ડરના દીકરાએ તેના મિત્રો પાર્ટીઓ કર્યા બાદ દારૂના નશામાં પોતાની કરોડો રૂપિયાની પોર્શ કારથી ઓવરસ્પીડિંગ કરીને એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી છે. આ ગંભીર અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ આરોપીને વિસ્તારના લોકો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ તે સગીર હોવાથી તેને માત્ર 15 કલાકમાં જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. આ જમીન એવા શરતો પર આપવામાં આવી છે કે જે સરકારના નવા મોટર વ્હીકલ એક્ટ પર અનેક સવાલો ઉભા કરે છે. જોકે આ કેસમાં હવે અનેક નવા ખુલાસો પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે.


પુણે પોર્શ અકસ્માતમાં આરોપીની ધરપકડ બાદ અનેક આરોપો કરવામાં આવી રહ્યા છે, જેમ કે પોલીસ દ્વારા આરોપીને કસ્ટડીમાં રાખ્યા બાદ તેને પ્રખ્યાત બિલ્ડર પિતાને લીધે તેને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. તેમ જ સગીર આરોપીને (Pune Porsche Accident) ખાવા માટે પિઝા અને બર્ગર પણ આપવામાં આવ્યા હતા. અકસ્માત સમયે, સગીર આરોપી દારૂના નશામાં હતો. આ દરમિયાન તેણે પોતાની પોર્શ કારને 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવીને એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના બે યુવાન એન્જિનિયર અનીશ અને અશ્વિનીનું મોત થયું હતું. આ કાર પુણેના એક શ્રીમંત બિલ્ડરનો 17 વર્ષનો સગીર દીકરો ચલાવી રહ્યો હતો. તેમ જ અકસ્માત બાદ આરોપીએ ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.



આ હાઇપ્રોફાઇલ કેસમાં એવી બાબત સામે આવી હતી, જેને લીધે હવે પુણે પ્રશાસન અને પોલીસ સામે પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. જોકે આ ઘટના બાબતે હવે રાજકીય નેતાઓ પણ નિવેદન આપતા પોલીસે દરેક બાબતે તપાસ શરૂ કરી છે. આ કેસની તપાસ (Pune Porsche Accident) દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સગીર જે પોર્શ કારને ચલાવી રહ્યો હતો તે કાર છેલ્લા અનેક મહિનાથી રજીસ્ટ્રેશન વગર જ ચલાવવામાં આવી રહી હતી. આ કારને બૅન્ગલોરથી લાવવામાં આવી હતી પણ તેનું પુણેમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું.


જોકે અદાલતે માત્ર 15 કલાક બાદ અકસ્માતના આરોપીને જામીન આપવામાં આવ્યા હતા. અદાલતે આરોપીને એવી શરત પર જામીન આપ્યા હતા જેને લઈને ન્યાય વ્યવસ્થા પર પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. અદાલતે બિલ્ડરના આરોપી પુત્રના જામીન શરત આપતા કહ્યું હતું કે ‘આરોપી સગીરને 15 દિવસ સુધી યેરવાડા મંડળ પોલીસની સાથે ટ્રાફિક કંટ્રોલમાં મદદ કરવાની રહેશે. દારૂ છોડવા માટે, સગીરે મનોચિકિત્સક પાસેથી સારવાર લેવી પડશે. જો તે ભવિષ્યમાં કોઈ અકસ્માત કરશે તો તેણે અકસ્માત પીડિતોની મદદ કરવી પડશે. આ સાથે આરોપીને રોડ અકસ્માતના (Pune Porsche Accident) પરિણામો અને તેની સામેના ઉપાયો પર 300 શબ્દોનો એક નિબંધ લખવો પડશે, એવા વિચિત્ર શરતે અદાલતે આરોપીએ જામીન આપ્યા હતા.

સગીરે પુણેના એક ક્લબમાં 48,000નું બિલ ચૂકવ્યું હતું. આ આરોપીએ તેના મિત્રો સાથે શનિવારે રાત્રે 10.40 કલાકે પબમાં ગયો  હતો. જોકે આ પબ બંધ થતાં તેઓ રાત્રે 12:10 વાગ્યે બીજા પબમાં ગયા હતા. આ આરોપી પબમાં જઈને દારૂ પીધા બાદ કાર ચલાવી હતી. આ આરોપી સગીર તેના મિત્ર સાથે પાર્ટી કરતી રહ્યો હોવાની CCTV ફૂટેજ પોલીસને મળી ગઈ છે, અને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK