Pune Employee WorkLoad: 26 વર્ષની સીએ અન્ના સેબેસ્ટિયન પેરાઇલના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘણી વખત તો રાત્રે તેણીને રિપોર્ટ આપવામાં આવતો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
કી હાઇલાઇટ્સ
- પત્રમાં જણાવાયું છે કે મેનેજર પણ તેના પર ખૂબ દબાણ કરી રહ્યો હતો
- આ યુવતીએ માર્ચ 2024માં ઈવાય પુણે જોઇન કર્યું હતું
- યુવતીના માતા-પિતા પોતાની દીકરીના કોન્વોકેશનમાં હાજરી આપવા પુણે પહોંચ્યા હતા
મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 26 વર્ષની સીએ અન્ના સેબેસ્ટિયન પેરાઇલના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આજકાલ ઓફિસમાં કામના બોજ (Pune Employee WorkLoad)ના કારણે અનેક લોકો પરેશાન થતાં હોય છે. પોતાના આ બોજનો ગુસ્સો સહકર્મચારીઓ ઉપર ઠાલવીને કે ઘરના સભ્યો પર ઉતારીને હળવા થઈ જતાં હોય છે, પણ આ યુવતીના કેસમાં તો હદ જ વટાવાઇ ગઈ છે.
યુવતીની માતાનો લગણીસભર પત્ર થયો વાયરલ
ADVERTISEMENT
Heartbreaking news from EY Pune - a young CA succumbed to the work pressure and nobody from EY even attended her funeral - this is so appalling and nasty!!! pic.twitter.com/pt8ThUKiNR
— Malavika Rao (@kaay_rao) September 17, 2024
મૃતક યુવતીની માતાએ કંપનીના બૉસને જે પત્ર લખ્યો છે તે વાયરલ થયો છે. તેની માતાએ લખ્યું હતું કે તેની પુત્રી ફાઇટર હતી. તે બાળપણથી જ જ સ્કૂલ અને કોલેજમાં ટોપર રહી હતી. એટલું જ નહીં તેણે સીએની પરીક્ષામાં પણ સારો દેખાવ કર્યો હતો. ઈવીએમાં તેણે જિંદગીની પ્રથમ નોકરી લીધી હતી. આ નોકરી માટે તે ખૂબ જ ઉત્સુક હતી. આ પ્રથમ નોકરી હોવા છતાં, તેને એટલું કામ આપવામાં આવતું હતું કે તે કામના દબાણથી તે પ્રેશરાઇઝ (Pune Employee WorkLoad) થઈ જતી હતી. આ જ કારણોસર ન તો તે યોગ્ય રીતે ઉંઘી શકતી હતી કે ન તો તે સમયસર ખાઈ-પી શકતી હતી. જૉકે, તે ના પાડી ન શકતી હોવાથી તેને વધુ કામ આપ્યા જ કરવામાં આવતું હતું. ઘણી વખત તો રાત્રે રિપોર્ટ આપવામાં આવતો હતો. અને કહેવામાં આવતું કે બીજે દિવસે સવારે સબમિટ કરવું.
રાત્રે બેસીને પણ કામ કરાવવામાં આવતું હોવાનો ખુલાસો
યુવતીની માતાએ લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે ભયંકર કામને કારણે ઘણીવાર તે કહેતી કે મને થોડો સમય આપો ત્યારે આ યુવતીને કહેવામાં આવતું કે તુ રાત્રે બેસીને આ કામ પૂરું કરી જ શકે છે. વળી પત્રમાં જણાવાયું છે કે મેનેજર પણ તેના પર ખૂબ દબાણ કરી રહ્યો હતો.
2024માં જ પહેલી નોકરી મેળવી હતી આ યુવતીએ
તમને જણાવી દઈએ કે આ યુવતીએ માર્ચ 2024માં ઈવાય પુણે જોઇન કર્યું હતું. અને આ જ તેની પ્રથમ નોકરી હતી. આ યુવતીની જે વાત કરી રહ્યા છીએ તેનું નામ હતું અન્ના સેબેસ્ટિયન પેરાઇલ. આ યુવતીની માતાએ પત્ર દ્વારા એવા આરોપ મૂક્યા છે કે કામના વધુ પડતા બોજ (Pune Employee WorkLoad)ને કારણે તેની પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ યુવતીની માતાએ ઈન્ડિયા ચેરમેનને પત્ર લખીને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કર્યો છે.
Pune Employee WorkLoad: પ્રાપ્ત માહિતી અનુસાર શનિવાર, 6 જુલાઈના રોજ, યુવતીના માતા-પિતા પોતાની દીકરીના કોન્વોકેશનમાં હાજરી આપવા પુણે પહોંચ્યા હતા. ત્યારે તેને છાતીમાં સખત દુખાવો થઈ રહ્યો હતો. તેને પુણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પેટની દવા આપી યુવતી ફરીથી કામે બેસી ગઈ હતી. આ રીતે યુવતી વારંવાર તેના પીજીમાં થાકીને લોટપોટ થઈને આવતી હતી. ઘણીવાર તો તે કપડાં બદલ્યા વગર જ સૂઈ જતી. નવું એક્સપોઝર મેળવવાના ચક્કરમાં તેણે નોકરી ન છોડી, હવે તેના પ્રાણપંખેરુ જ તેને છોડીને ચાલ્યા ગયા. કંપનીમાંથી કોઈએ અન્નાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન હતી.