Pune Crime News: આરોપી નિવૃત આર્મી જવાનનું નામ શ્રીકાંત પાટીલ છે. બે જણ વચ્ચે યરવડા વિસ્તારમાં પાર્કિંગને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી
ગોળીબારની પ્રતીકાત્મક તસવીર
પુણેમાંથી ચોંકાવનારા સમાચાર (Pune Crime News) સામે આવી રહ્યા છે. અહીં ગોળીબારની વિચિત્ર અને સનસનીખેજ ઘટના બની હતી. આ ઘટના પાર્કિંગને મુદ્દે થયેલા નજીવા વિવાદને લીધે થઈ હોવાની વાત સામે આવી છે.
યરવડા વિસ્તારમાં એક નિવૃત્ત આર્મી જવાને એક યુવક પર ગોળીબાર કર્યો હતો. જેમાં યુવકનું મોત થતાં જ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોડી રાત્રે યરવડાના અશોકનગર વિસ્તારમાં આ ઘટના બની હતી.
ADVERTISEMENT
ગોળી વાગ્યા બાદ યુવકને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ યુવકને મૃત (Pune Crime News) જાહેર કર્યો છે. ગોળી વગવાને કારણે જે યુવકનું મોત થયું છે તેનું નામ શાહનવાઝ મુલાની તરીકે સામે આવ્યું છે.
પાર્કિંગના મુદ્દે ઉગ્ર બોલાચાલી કરપીણ મોતમાં પરિણમી
આરોપી નિવૃત આર્મી જવાનનું નામ શ્રીકાંત પાટીલ છે. આ બંને વચ્ચે યરવડા વિસ્તારમાં પાર્કિંગને લઈને ઉગ્ર બોલાચાલી તહી હતી. બસ આટલી જ વાત પર મામલો બીચક્યો હતો. પલભરમાં તો નિવૃત્ત આર્મી ઓફિસરે પિસ્તોલ કાઢીને શાહનવાઝ મુલાની પર ધડધડધડ ગોળીઓ છોડી હતી. આમાં શાહનવાઝ મુલાનીના માથામાં ભાગમાં ગોળી વાગતાં જ તે મોતને ભેટ્યો હતો. અત્યારે આ કેસમાં યરવડા પોલીસે આરોપી શ્રીકાંત પાટીલની અટકાયત કરી છે. મોડી રાત સુધી કેસ દાખલ કરવાની કામગીરી ચાલુ હતી. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર મામલે (Pune Crime News) ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું હતું કે, "પુણે શહેરના યરવડા વિસ્તારમાં પાર્કિંગને લઈને થયેલી બોલાચાલીમાં આરોપીએ પીડિત પર ડબલ-બેરલ બંદૂકનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. અત્યારે આ આરોપીની અટકાયત કરવામાં આવી છે, અને બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.”
આ આખી જ ઘટના ગુરુવારે મોડી રાત્રે યરવડાના અશોકનગર વિસ્તારમાં બનવા પામી હતી. આ કેસમાં જે મૃતક છે તે ટેમ્પો ચાલક હોવાનું સામે આવ્યું છે. ગોળીબાર બાદ તેનું મોત થયું છે. સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. આ કેસમાં નિવૃત્ત આર્મી સૈનિક શ્રીકાંત પાટીલની પોલીસે અટકાયત કરીને સગળની તપાસ હાથ ધરી છે.
આવી જ એક બીજી ઘટના (Pune Crime News)ને કારણે પણ પૂણે શહેર હચમચી ગયું છે. તાજેતરમાં જ જૂના વિવાદને કારણે પુણેના અલંકાર પોલીસ સ્ટેશનની હદમાં એક અંડા ભૂરજી ડ્રાઇવરને ત્રણ લોકોએ ગોળી મારી હતી. આ ફાયરિંગમાં તે માંડ માંડ બચી ગયો હતો. જોકે, અચાનકથી બનેલ આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના રાત્રે 8થી 10 વાગ્યાની વચ્ચે બની હતી. દરમિયાન ગોળીબારની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.