Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઊભા રહી ગયા લોકો, થંભી ગયો ટ્રાફિક: પુણેમાં રસ્તાની વચોવચ કપલે કર્યો રોમાન્સ

ઊભા રહી ગયા લોકો, થંભી ગયો ટ્રાફિક: પુણેમાં રસ્તાની વચોવચ કપલે કર્યો રોમાન્સ

Published : 28 March, 2023 09:38 AM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના આ કૃત્યને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જોકે, ટ્રાફિક પોલીસ બંનેને હટાવવાનો પ્રયાસ કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણે (Pune)નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કપલ જોવા મળી રહ્યું છે, જે રોડ પર વચોવચ એકબીજાને કિસ (Pune Couple Kissing Video) કરી રહ્યું છે. આ દરમિયાન વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. ટ્રાફિક પોલીસ (Traffic Police) પણ બંનેને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.


વાયરલ વીડિયો પુણે શહેરના એક ચોકનો છે, જ્યાં એક કપલ એકબીજાની બાહોમાં સમાઈને કિસ કરતાં જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના આ કૃત્યને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જોકે, ટ્રાફિક પોલીસ બંનેને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.



આ પછી પણ બંને એકબીજાને કિસ કરતાં રહે છે. આવી પરિસ્થિતિમાં હાલત એવી છે કે ત્યાં ટ્રાફિક ઘણો જામ થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને ઘણા લોકો ઉશ્કેરાઈ જાય છે. ત્યાં હાજર લોકો તેમને હટાવવાનો પ્રયાસ કરે છે, ત્યારબાદ બંને ત્યાંથી નીકળી જાય છે.


મુંબઈના મરીન ડ્રાઈવ પર કપલ કિસ કરતાં જોવા મળ્યા

આવો જ એક વીડિયો મુંબઈના મરીન ડ્રાઈવ (Marine Drive) પરથી પણ સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો એક યુઝરે તેના યુટ્યુબ એકાઉન્ટ પરથી શૅર કર્યો છે. આ વાયરલ વીડિયોને હજારો લોકોએ જોયો છે. મુંબઈના આ વીડિયોને યુઝર્સ પણ ખૂબ શૅર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.


આ પણ વાંચો: કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો નવેમ્બર સુધીમાં પૂરો થવાની અપેક્ષા : બીએમસી

ઉલ્લેખનીય છે કે મુંબઈના મરીન ડ્રાઈવ પર કિસ કરતાં કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતાં રહે છે. આવો જ એક વીડિયો થોડા મહિના પહેલાં વાયરલ થયો હતો, જેમાં એક કપલ મરીન ડ્રાઈવના રસ્તા પર એકબીજાને કિસ કરી રહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 09:38 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK