ગેરકાયદે હોર્ડિંગ કેટલા વખતથી લગાડેલું હતું એની ગણતરી કરીને એના પર ટૅક્સ પણ વસૂલ કરવામાં આવશે.
પડી ગયેલું હોર્ડીંગ (ફાઇલ તસવીર)
ઘાટકોપરમાં બનેલી હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે પણ આવી કોઈ ઘટના ન બને એ માટે પુણેમાં લગાડાયેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પુણેમાં કુલ ૨૫૦૦ હોર્ડિંગ્સ છે અને લગભગ એટલાં જ ગેરકાયદે છે. એ બધાં જ હોર્ડિંગ્સની માહિતી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે હોર્ડિંગ્સ ગેરકાયદે હશે એમનાં લાઇસન્સ રદ કરવામાં આવશે. જે હોર્ડિંગ્સ બરાબર નહીં હોય અને જોખમી જણાશે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવો આદેશ પુણેના મ્યુનિસિપલ કમિશનર ડૉ. રાજેન્દ્ર ભોસલેએ આપ્યો છે. એટલું જ નહીં, એ ગેરકાયદે હોર્ડિંગ કેટલા વખતથી લગાડેલું હતું એની ગણતરી કરીને એના પર ટૅક્સ પણ વસૂલ કરવામાં આવશે.