Pune Accident: અહમદનગર-કલ્યાણ હાઈવે પર ડિંગોર વિસ્તારના અંજીરાચી બાગમાં ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાત્રે એક ભીષણ અકસ્માત (Pune Accident) સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અહમદનગર-કલ્યાણ હાઈવે પર ડિંગોર વિસ્તારના અંજીરાચી બાગમાં ભીષણ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ અકસ્માતમાં કુલ આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. છે. આ અકસ્માતમાં ઓતૂરથી કલ્યાણ તરફ જઈ રહેલી પીકઅપ રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોમાં પાંચ પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.
આ ભીષણ અકસ્માત (Pune Accident)માં પતિ, પત્ની અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે, જેઓ મઢમાં શાકભાજીનો વ્યવસાય કરતા હતા. આ અકસ્માતમાં કુલ મૃતકોની સંખ્યા આઠ હોવાની માહિતી મળી છે.
ADVERTISEMENT
રિક્ષામાં મુસાફરી કરી રહેલા પતિ, પત્ની અને બે નાના બાળકો મઢમાં શાકભાજીનો વેપાર કરતાં હતા. દરમિયાન અકસ્માત (Pune Accident) જુન્નર તાલુકાના ડીંગોર ગામ પાસે અંજીરાચી બાગમાં થયો હતો. આ દરમિયાન મૃતકોમાં એક જ પરિવારના 4 લોકોનો સમાવેશ થાય છે.
જેમાં પાંચ પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોના નામ ગણેશ મસ્કરે (ઉંમર 30 વર્ષ), કોમલ મસ્કરે (ઉંમર 25 વર્ષ), હર્ષદ મસ્કરે (ઉંમર 4 વર્ષ) કાવ્યા મસ્કરે (ઉંમર 6 વર્ષ) છે.
આ ભીષણ અકસ્માત ક્યારે બન્યો?
પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત (Pune Accident) 10:30થી 11 વાગ્યાની વચ્ચે બન્યો હતો. આ અકસ્માતના અન્ય મૃતકોના નામ હજુ સામે આવ્યા નથી, પરંતુ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી લીધી હતી.
ડિંગોરમાં અકસ્માતની આ માહિતી મળતાં જ ઓતૂર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન કાંડગે અને તેમની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસતંત્ર તરફથી અને સ્થાનિકો તરફથી રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ સાથે જ ઓતૂર પોલીસે આ ભીષણ અકસ્માત (Pune Accident) અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓતુર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
રવિવાર જાણે મહારાષ્ટ્ર માટે અકસ્માત (Pune Accident)નો જ કોઈ વાર બની રહ્યો હતો. પહેલા તો નાગપુરની એક સોલાર કંપનીમાં રવિવારે સવારે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ થયેલા બ્લાસ્ટમાં નવ લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી સામે આવી હતી. આ પછી પુણે-નાસિક હાઈવે પર પણ અકસ્માત થયો હતો. જ્યાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. હવે પુણે જિલ્લાના અહમદનગર કલ્યાણ હાઈવે પર પણ એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને એક પરિવારનો જીવ ગયો છે.