વિરોધ-પ્રદર્શન કરવા બદલ પાંચ મહિલાઓ સહિત ૧૭ વ્યક્તિની ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરની એક સ્કૂલની બહાર દેખાવો દરમ્યાન પાકિસ્તાનતરફી સૂત્રો પોકારવામાં આવ્યાં હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. સોમવારે અન્ય લોકો સાથે વિરોધ-પ્રદર્શનમાં જોડાનારા સ્કૂલના એક સ્ટુડન્ટે પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ મામલે પોલીસે મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ અને ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ હેઠળ પરવાનગી વિના વિરોધ-પ્રદર્શન કરવા બદલ પાંચ મહિલાઓ સહિત ૧૭ વ્યક્તિની ધરપકડ કરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દેખાવકારોએ સ્કૂલ પર એકાએક ફી-વધારો ઝીંકવાનો અને કેટલાક સ્ટુડન્ટ્સને અભ્યાસથી વંચિત રાખવાનો આરોપ મૂક્યો હતો.