પૃથ્વીની સાથે મુકેશ અંબાણીએ કર્યાં ગણપતિબાપ્પાનાં દર્શન
તસવીર : અતુલ સાંગાણી
મુકેશ અંબાણી ગઈ કાલે પૌત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શને ગયા હતા અને એ દરમ્યાન પરિસરમાં આવેલા હનુમાનદાદાના મંદિરની ફરતે દાદાએ પૌત્રને ઊંચકીને પ્રદક્ષિણા કરાવી હતી. તેમની સાથે આકાશ અને શ્લોકા પણ હતાં. ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે મુકેશ અંબાણી પુત્ર આકાશ, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવ્યા હતા.