Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રમખાણો જેવી સ્થિતિ પર રાજકીય નિવેદનો અને ઔરંગઝેબના ફોટો પ્રદર્શિત કરવાં એ માત્ર સંયોગ નથી : દેવેન્દ્ર ફડણવીસ

રમખાણો જેવી સ્થિતિ પર રાજકીય નિવેદનો અને ઔરંગઝેબના ફોટો પ્રદર્શિત કરવાં એ માત્ર સંયોગ નથી : દેવેન્દ્ર ફડણવીસ

Published : 08 June, 2023 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં ફડણવીસે કહ્યું હ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે રાજ્યમાં દંગા જેવી સ્થિતિની આશંકા વ્યક્ત કરનારા અમુક રાજકારણીઓ અને એક ખાસ સમુદાયના લોકોનું ઔરંગઝેબ અને ટીપુ સુલતાનનું મહિમામંડન કરનારાં નિવેદનો આ બંને ઘટના માત્ર એક સંયોગ ન હોઈ શકે.


નવી મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં ફડણવીસે કહ્યું હતું કે યુવાનોના એક વર્ગને ઉશ્કેરનારા લોકોની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવશે. અહમદનગરમાં નીકળેલા એક સરઘસમાં ઔરંગઝેબની તસવીર દર્શાવવામાં આવી હતી અને કોલ્હાપુરમાં વાંધાજનક ઑડિયો સાથે ટીપુ સુલતાનની તસવીરોનું પ્રદર્શન થયું હતું.



ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ‘અચાનક આ તસવીરો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શા માટે પ્રદર્શિત કરવામાં આવી રહી છે? આ આપોઆપ નથી થઈ રહ્યું. આ માત્ર એક સંયોગ ન હોઈ શકે. આ અંગે તપાસ થવી જોઈએ.’


ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે હું આશ્ચર્યચકિત છું કે કોલ્હાપુરમાં વિપક્ષના મુખ્ય નેતાએ કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે રમખાણો થશે.

નોંધનીય છે કે પોલીસે તાજેતરમાં રવિવારે એક સરઘસ દરમિયાન ઔરંગઝેબનાં પોસ્ટરો લગાવવા બદલ ચાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2023 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK