પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમના એક, જસ્ટિસ એમ. આર. શાહ 15મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે નિર્ણય તેની પહેલાં જ આવી જાય તેવી શક્યતા છે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રની રાજકીય કટોકટી (Maharashtra Political Crisis)નું પરિણામ ક્યારે આવશે? આ પ્રશ્ન હાલ સમગ્ર મહારાષ્ટ્ર (Maharashtra) સામે છે, પરંતુ હવે રાહ જોવાનો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. આગામી સપ્તાહે મહારાષ્ટ્રના રાજકારણની ભાવિ દિશા નક્કી થશે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષના નિર્ણય માટે હવે માત્ર ચારથી પાંચ દિવસની જ વાર છે. મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષનું પરિણામ 8થી 12 મે વચ્ચે જાહેર થવાની શક્યતા છે. તેથી, રાજકીય અને કાયદાકીય વર્તુળોએ આ તારીખો તરફ ધ્યાન દોર્યું છે.
પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમના એક જસ્ટિસ એમ. આર. શાહ 15મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે નિર્ણય તેની પહેલાં જ આવી જાય તેવી શક્યતા છે. ન્યાયાધીશની નિવૃત્તિનો છેલ્લો દિવસ ઔપચારિક વિધિઓમાં જશે, તેથી તે જ દિવસે પરિણામ જાહેર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. 13 અને 14 મેએ શનિ અને રવિવાર હોવાથી રજા છે. તેથી 8થી 12 ની વચ્ચે પરિણામ આવવાની શક્યતાઓ વધારે છે.
ADVERTISEMENT
બંધારણીય બેન્ચના બે ચુકાદા બાકી
20 જૂન 2022 ના રોજ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીઓ પછી જે નાટકીય ઘટનાક્રમ સર્જાયો તે સત્તાના હસ્તાંતરણ અને શિવસેનાના ભંગાણ તરફ દોરી ગયો હતો, ત્યારપછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 14 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી સતત સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ત્યારથી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. બંધારણીય બેન્ચે આ ચુકાદો આપવાનો છે. તે બંધારણીય બેન્ચના બે ચુકાદા બાકી છે. એક મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષ વિશે છે અને બીજું દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેના સત્તા વિવાદ વિશે છે. આ પરિણામ પણ 17 જાન્યુઆરીથી બાકી છે. તો આ બંને પરિણામો એક જ દિવસે આવશે કે અલગ-અલગ તે પણ જોવાનું રહેશે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બિલ્કિસબાનો કેસમાં સુનાવણી નવમી મે સુધી મોકૂફ રાખી
રાજ્યના રાજકારણના પરિણામો સમગ્ર દેશને અસર કરશે
સુપ્રીમ કોર્ટના પરિણામ અને રાજકીય ઘટનાઓને કોઈ સંબંધ નથી, પરંતુ હાલમાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. 10 મેના રોજ મતદાન છે. મહારાષ્ટ્ર જેવા મહત્વના રાજ્યની રાજનીતિના પરિણામની અસર સમગ્ર દેશ પર પડશે. તેથી કર્ણાટક વિધાનસભા ચૂંટણી પછી આ પરિણામ આવશે કે કેમ તે અંગે ઉત્સુકતા છે. જો તેમ થાય તો 11 અને 12 મેની બે તારીખો વધુ મહત્ત્વની બની જાય છે.