Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ પર હુમલાની ઘટનાને પોલીસ રીક્રીએટ કરશે

સૈફ પર હુમલાની ઘટનાને પોલીસ રીક્રીએટ કરશે

Published : 21 January, 2025 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી શેહઝાદનો સદગુરુ શરણ બિલ્ડિંગમાં સીન રીક્રીએટ કરવામાં આવશે.

ગઈ કાલે સૈફ અલી ખાનના ખબરઅંતર પૂછવા સંજય દત્ત લીલાવતી હૉસ્પિટલમાં ગયો હતો. તસવીર : સૈયદ સમીર અબેદી

ગઈ કાલે સૈફ અલી ખાનના ખબરઅંતર પૂછવા સંજય દત્ત લીલાવતી હૉસ્પિટલમાં ગયો હતો. તસવીર : સૈયદ સમીર અબેદી


સૈફના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના મામલામાં પોલીસે આરોપી મોહમ્મદ શેહઝાદની ધરપકડ કર્યા બાદ પાંચ દિવસની કસ્ટડી મેળવી છે. ૩૦ વર્ષના આ બંગલાદેશી આરોપીની અત્યારે બાંદરા પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી સૈફ અલી ખાન અને કરીના કપૂર બાંદરા-વેસ્ટમાં આવેલા સદગુરુ શરણ સોસાયટીમાં કેવી રીતે ગયો અને તે સૈફના ઘરની અંદર કેવી રીતે દાખલ થયો હતો એ જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. બાંદરા પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ અડધી રાતે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આ બનાવનો ઘટનાક્રમ જાણવા માટે આરોપી શેહઝાદનો સદગુરુ શરણ બિલ્ડિંગમાં સીન રીક્રીએટ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK