Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ લોકલમાં ડાન્સ કરતા દેખાયો પોલીસ કર્મચારી, વાયરલ વીડિયો પર RPFનો આવ્યો જવાબ

મુંબઈ લોકલમાં ડાન્સ કરતા દેખાયો પોલીસ કર્મચારી, વાયરલ વીડિયો પર RPFનો આવ્યો જવાબ

Published : 14 December, 2023 03:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Police officer seen dancing: આ બધું ત્યારે શરૂ થયું જ્યારે સાઈબા નામની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યુનિફૉર્મ પહેરેલા હોમ ગાર્ડ સાથેનો એક વીડિયો શૅર કર્યો છે.

મુંબઈ પોલીસ અધિકારી સાથે ડાન્સ કરતી યુવતીના વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ

મુંબઈ પોલીસ અધિકારી સાથે ડાન્સ કરતી યુવતીના વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ


Police officer seen dancing: આ બધું ત્યારે શરૂ થયું જ્યારે સાઈબા નામની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યુનિફૉર્મ પહેરેલા હોમ ગાર્ડ સાથેનો એક વીડિયો શૅર કર્યો છે.


Police officer seen dancing: મુંબઈ પોલીસ (Mumbai Police)ના એક પોલીસ કર્મચારીનો લોકલ ટ્રેનમાં એક મહિલા સાથેનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ઘટના, જે 6 ડિસેમ્બરે ઘટી હતી, મોડી રાતના સમયે મધ્ય રેલવે લોકલના દ્વિતીય શ્રેણી મહિલા કોચમાં નોંધવામાં આવી હતી. જીઆરપી મુંબઈએ ઘટના પર ધ્યાન આપ્યું છે અને કહ્યું કે હોમ ગાર્ડ વિરુદ્ધ `યોગ્ય કાર્યવાહી` કરવામાં આવી છે.




Police officer seen dancing: આ બધું ત્યારે શરૂ થયું જ્યારે સાઈબા નામની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યુનિફૉર્મ પહેરેલા હોમ ગાર્ડ સાથે એક વીડિયો શૅર કર્યો છે. હોમ ગાર્ડ, જેની ઓળખ એસએફ ગુપ્તા તરીકે કરવામાં આવી છે, તેને શરૂઆતમાં દરવાજાથી સુરક્ષિત અંતર જાળવી રાખવાની સલાહ આપતા જોવામાં આવ્યો હતો, જ્યારે તે એક ગીત પર ડાન્સ કરી રહી હતી. કેટલીક ક્ષણો બાદ, તે પોલીસ કર્મચારી પણ તેની સાથે સામેલ થઈ ગયો અને સંગીતની ધુન પર છોકરી સાથે ડાન્સ કરવા માંડ્યો. આ દરમિયાન, કોચમાં હાજર અન્ય પ્રવાસીઓને આ દ્રશ્ય રેકૉર્ડ કરતા જોવા મળ્યા.


જુઓ વીડિયો:

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ♥️??i??.....♥️ (@saiba__19)

Police officer seen dancing: જો કે, હોમગાર્ડના એકાએક કરવામાં આવેલા ડાન્સે ટૂંક સમયમાં જ ઈન્ટરનેટનું ધ્યાન પોતાના પર આકર્ષિત કર્યું, પણ મોટાભાગે અયોગ્ય કારણોસર. ડિવિઝનલ રેલવે મેનેજરના અધિકારિક અકાઉન્ટે વીડિયોમાં દેખાતા હોમગાર્ડ વિરુદ્ધ તત્કાલ કાર્યવાહી કરવા માટે આરપીએફને ટૅગ કર્યો.

Police officer seen dancing: ઘટના ઝડપથી ધ્યાનમાં આવી અને આરપીએફે આની નોંધ લીધી. વીડિયો વાયરલ થયા બાદ સરકારી રેલવે પોલીસ (જીઆરપી)એ પણ એક્સ પર પ્રતિક્રિયા આપી. જીઆરપીએ પેશાવર શિષ્ટાચાર જાળવી રાખવાના મહત્વ પર દબાણ કર્યું છે, ખાસ કરીને જ્યારે યુનિફૉર્મમાં હો અને ડ્યૂટી પર હોય.

Police officer seen dancing: ઉલ્લેખનીય છે કે થાણેના આનંદનગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને મુલુંડના ટ્રાફિક વિભાગમાં ટોઇંગ વાહન વિભાગમાં કાર્યરત કૉન્સ્ટેબલ રાજેશ ચવાણે કરેલી ફરિયાદ અનુસાર મંગળવારે સવારે રોજિંદા ક્રમ અનુસાર કામ કરતાં તેને જાણ થઈ હતી કે કે સોમવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ ભાંડુપ મેટ્રો મૉલની બહારથી નો-પાર્કિંગમાંથી ટો કરેલું ઍક્ટિવા મળી રહ્યું નહોતું. આ સ્કૂટરને સોમવારે રાત્રે ટો કર્યા બાદ કાર્યવાહી માટે મુલુંડની સોનાપુર ટ્રાફિક ચોકી પર લાવવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં સ્કૂટરની શોધ કરતાં સ્કૂટર ચોરાયું હોવાની માહિતી મળતાં આ ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસ તપાસ માટે કામે લાગતાં એણે પહેલાં સ્કૂટરના માલિક હિતેશ સોનીની માહિતી મેળવી હતી. તેણે સ્કૂટર ચોરી ન કર્યું હોવાનું પહેલાં પોલીસને કહ્યું હતું. જોકે પોલીસને તેના પર શંકા જતાં તેને તપાસ માટે તાબામાં લઈને વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે સોમવારે રાત્રે તે તેના મિત્ર ધીરજ ઉપાધ્યાયની મદદથી સોનાપુર ચોકી પર સેફ્ટી માટે લગાવવામાં આવેલું લૉક તોડી પોતાનું સ્કૂટર લઈને ત્યાંથી નાસી ગયો હતો. અંતે પોલીસે બંને મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2023 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK