Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mahim દર્ગા પર જુલૂસ દરમિયાન આતિશબાજીમાં સપડાતાં એક કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત

Mahim દર્ગા પર જુલૂસ દરમિયાન આતિશબાજીમાં સપડાતાં એક કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત

Published : 19 December, 2022 12:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉન્સ્ટેબલે ફટાકડા ઓલવવાનો પ્રયત્ન કર્યો, જે તેની નજીક જ ફૂટી ગયો. આ મામલે પોલીસે શાદાબ ખાન, શોએબ ખાન અને ઇકબાલ ખાન વિરુદ્ધ આઇપીસીની કલમ 188, 285, 286 અને 336 હેઠળ કેસ દાખલ કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં (Mumbai) રવિવારે રાતે માહિમ (Mahim) દરગાહના ઉર્સ દરમિયાન થયેલી આતિશબાજીની ચપેટમાં આવીને એક પોલીસ કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના ત્યારે ઘડાઈ જ્યારે માહિમ દરગાહ પર સંદલ જુલૂસ લઈ જવામાં આવી રહ્યો હતો, જેમાં ફટાકડા ફોડાતા હતા. કારણકે રાતે 10  વાગ્યા પછી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે, આથી ઘટનાસ્થળે હાજર પોલીસ કૉન્સ્ટેબલે જુલૂસમાં સામેલ લોકોને આતિશબાજી કરવાની ના પાડી, પણ તે માન્યા નહીં. કૉન્સ્ટેબલે ફટાકડા ઓલવવાનો પ્રયત્ન કર્યો, જે તેની નજીક જ ફૂટી ગયો. આ મામલે પોલીસે શાદાબ ખાન, શોએબ ખાન અને ઇકબાલ ખાન વિરુદ્ધ આઇપીસીની કલમ 188, 285, 286 અને 336 હેઠળ કેસ દાખલ કર્યા છે.


આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં દેખાય છે કે દરગાહ નજીક હાજર લોકો સતત આતિશબાજી કરી રહ્યા છે. પોલીસવાળા પહેલા તેમને અટકાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે તે નથી માનતા તો આગળ વધીને જમીન પર રાખવામાં આવેલા ફટાકડાના પેકેટ પહેલા પગથી ખસેડે છે. પછી હાથ લગાડીને ચેક કરે છે. કૉન્સ્ટેબલ જેવું પેકેટને હાથ લગાડે છે, તેમાં સામાન્ય તીવ્રતાથી વિસ્ફોટ થઈ જાય છે. કૉન્સ્ટેબલના હાથ ફટાકડાની આગથી બળી જાય છે. તેની પાછળ રૉકેટ પણ છોડવામાં આવે છે.



આ પણ વાંચો : Mumbai: હાઉસિંગ સ્કીમ માટે 27 કરોડની ઠગી, પોલીસે પંજાબના બિલ્ડરને ઝડપ્યો


જણાવવાનું  કે માહિમની પ્રસિદ્ધ દરગાહ હજરત પીર મખદૂમ શાહ બાબાના સન્માનમાં 120 વર્ષથી ઉર્સ ઉજવવામાં આવે છે. આ અવસરે માહિમમાં મેળાનું આયોજન થાય છે. કોરોના મહામારીને કારણે 2020માં ઉર્સનું આયોજન થઈ શક્યું નહોતું. ગયા વર્ષે થયેલા આજોયનમાં તમામ પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. આ વખતે ઉર્સ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યું. ઉર્સના અવસરે હજરત પીર મખદૂમ શાહ બાબાને પહેલી ચાદર માહિમ પોલીસ તરફથી ચડાવવામાં આવે છે. મુંબઈ પોલીસ તરફથી આ દરગાહ પર સલામી આપવાની પરંપરા પણ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK