Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Honey Singh પર કિડનેપિંગ અને મારપીટનો આરોપ, મુંબઈ પોલીસે જણાવી ઘટના

Honey Singh પર કિડનેપિંગ અને મારપીટનો આરોપ, મુંબઈ પોલીસે જણાવી ઘટના

Published : 20 April, 2023 05:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હની સિંહ અને તમના મિત્રોએ તેમનું અપહરણ કર્યું અને મારપીટ કરી છે. તાજેતરમાં જ હની સિંહ ગર્લફ્રેન્ડ ટીના થદાણી સાથેના બ્રેકઅપ થકી ચર્ચામાં હતા.

યો યો હની સિંહ ( ફાઈલ તસવીર)

યો યો હની સિંહ ( ફાઈલ તસવીર)


એકવાર ફરી રેપર હની સિંહ વિવાદોના વમળમાં ફસાયા છે. સિંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. એક ઈવેન્ટ ઑર્ગનાઈઝરે હની સિંહ પર કિડનેપિંગ અને મારપીટ કરવાનો આરોપ મૂક્યો છે. મુંબઈ પોલીસ પ્રમાણે, ફરિયાદકર્તાનું નામ વિવેક રમણ છે, જેમણે લેખિતમાં પોલીસને ફરિયાદ આપી છે. તેમનો આરોપ છે કે હની સિંહ અને તમના મિત્રોએ તેમનું અપહરણ કર્યું અને મારપીટ કરી છે. તાજેતરમાં જ હની સિંહ ગર્લફ્રેન્ડ ટીના થદાણી સાથેના બ્રેકઅપ થકી ચર્ચામાં હતા.


મુંબઈ પોલીસે જણાવ્યું કે, `વિવેક રમણ, ઇવેન્ટ કંપનીના માલિક છે. તેમણે હની સિંહ વિરુદ્ધ કિડનેપિંગ, અને મારપીટનો આરોપ મૂક્યો છે. વિવેક રમણે ફરિયાદમાં જણાવ્યું છે કે હની સિંહ અને અન્ય કેટલાક લોકોએ તેમને કિડનેપ કરીને મુંબઈની જ એક હોટેલમાં બંધી બનાવ્યા અને પછી તેમની સાથે મારપીટ કરી.`



કેમ થયો હની સિંહ અને ઈવેન્ટ ઑર્ગનાઈઝર વચ્ચે ઝગડો?
19 એપ્રિલના કરાવેલી આ ફરિયાદ પ્રમાણે, ફરિયાદકર્તા રમણે 15 એપ્રિલના રોજ મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રેપર પણ આ ઈવેન્ટનો ભાગ ગતો. પણ પૈસાની લેવડ-દેવડમાં ગરબડીને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો. આ વિવાદ બાદ હની સિંહ અને તેમના સાથીદારોએ તેનું અપહરણ કર્યું અને તેની ધોલાઈ કરી.


આ પણ વાંચો : જમ્મૂ-કાશ્મીરના પુંછમાં સેનાના ટ્રકમાં લાગી આગ, 4 જવાન શહીદ અનેક ઈજાગ્રસ્ત

ફરિયાદકર્તાની આ છે માગ
પીડિતની માગ છે કે પોલીસ વહેલામાં વહેલી તકે હની સિંહ અને તેમના સાથીઓની ધરપકડ કરે. તો પોલીસે જણાવ્યું કે, "તે હાલ આ કેસની તપાસ કરી રહી છે."


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK