મોટરિસ્ટોએ અને ટૂ-વ્હીલર ચલાવનારાઓએ પોલીસના આ સમયસરના પગલાને બિરદાવ્યું હતું
ઘટનાસ્થળ
દહિસર-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નૅશનલ પાર્કથી દહિસર વચ્ચે ગઈ કાલે એક ડમ્પરમાંથી માટી રોડ પર પડી ગઈ હતી. એને કારણે એટલા ભાગમાં કાદવ થઈને એ ભાગ ચીકણો થઈ ગયો હતો. વાહનો એના પરથી પસાર થાય તો સ્કિડ થાય એમ હતાં. દહિસર પોલીસને આ બનાવની જાણ થતાં તરત જ તે એક જેસીબી લઈને સ્પૉટ પર પહોંચી ગઈ હતી. એણે પહેલાં તો ટ્રાફિક થોડા સમય માટે રોકી દીધો હતો. પછી જેસીબીની મદદ લઈ બધી માટી દૂર કરીને રસ્તો ક્લિયર કરી આપ્યો હતો અને ત્યાર બાદ એના પરથી ફરી વાહનવ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. મોટરિસ્ટોએ અને ટૂ-વ્હીલર ચલાવનારાઓએ પોલીસના આ સમયસરના પગલાને બિરદાવ્યું હતું.