મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ખાઉગલી બંધ રહી હતી
તસવીર : ઉર્વી શાહ મેસ્ત્રી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મેટ્રો ૨એ અને મેટ્રો ૭નું ઉદ્ઘાટન કરવા માટે અંધેરી-ઈસ્ટના ગુંદવલી સ્ટેશને આવ્યા હતા. ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ખાઉગલી બંધ રહી હતી. વળી બુધવારે સાંજે ગુરુનાનક પેટ્રોલ-પમ્પ પાસેના ફેરિયાઓ પર ઍક્શન લઈને તેમને હટાવવામાં આવ્યા હતા, રસ્તા પર વાહનો પાર્ક કરવા દેવાયાં નહોતાં અને આસપાસની મોટા ભાગની દુકાનો પણ બંધ જ રહી હતી.