શનિવારે સાંજે હૃદયરોગના હુમલાથી રિન્યુએબલ એનર્જીના નિષ્ણાત તુલસી તંતીનું નિધન થયું
તુલસી તંતી
સુઝલોન એનર્જીના સ્થાપક ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલગીરી વ્યક્ત કરી હતી. શનિવારે સાંજે હૃદયરોગના હુમલાથી રિન્યુએબલ એનર્જીના નિષ્ણાત તુલસી તંતીનું નિધન થયું ત્યારે તેઓ પુણેથી અમદાવાદ જઈ રહ્યા હતા. તેમના પરિવારમાં એક દીકરી નિધિ અને દીકરો પ્રણવ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે ‘તુલસી તંતી એક અગ્રણી બિઝનેસ લીડર હતા, જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને વધુ ટકાઉ વિકાસ માટેના રાષ્ટ્રના પ્રયાસોને મજબૂત બનાવ્યા હતા. તેમના અકાળ અવસાનથી દુખ અનુભવું છું તથા તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’