પેટ્રોલ પમ્પને પ્રોવિઝનલ લાઇસન્સ આપવામાં આવ્યું હતું
ઘાટકોપર હોડીંગ દુર્ઘટના
ઘાટકોપરમાં સોમવારે હોર્ડિંગ તૂટીને બાજુના જે પેટ્રોલ પમ્પ પર પડ્યું હતું એ છેલ્લાં બે વર્ષથી ઑપરેશનમાં હતો અને એમ છતાં એની પાસે ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) નહોતું એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યું છે. એ પેટ્રોલ પમ્પને જુલાઈ ૨૦૨૨માં લેટર ઑફ ઇન્ટેન્ટ ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને એ પછી એના અન્ય દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. BMCના ‘એન’ વૉર્ડે આ બાબતે કહ્યું હતું કે સરકારી જમીનના કેસમાં બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ પહેલાં અપ્રૂવલ આપે છે અને એ પછી OC આપવામાં આવતું હોય છે, પણ એવું લાગે છે કે પેટ્રોલ પમ્પ હોવાથી OC ઇશ્યુ કરવામાં આવ્યું નથી.
ઘટના બાદ સ્પૉટ પર પહોંચેલા BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે ‘પેટ્રોલ પમ્પને પ્રોવિઝનલ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. હવે એ પણ તપાસ કરવામાં આવશે કે એ પેટ્રોલ પમ્પ ઑપરેટર (BPCL-ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ)એ બધી જરૂરી પરવાનગીઓ મેળવી હતી કે નહીં.’

