વિરાર લોકલમાં લોકો દરવાજાની બહાર ફૂટબોર્ડ (People Traveling On Footboards In Virar Local) પર પગ મુકીને, પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રવાસ કરતાં જોવા મળે છે
પ્રતીકાત્મક તસવીર
એક સામાન્ય મુંબઈગરા સામાન્ય રીતે દરરોજ મુસાફરી કરવા માટે ટ્રેન અથવા બસ જેવા જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગ કરે છે. દિવસના પીક અવર્સ અથવા ધસારાના કલાકો દરમિયાન, તેઓ ગીચોગીચ ભરેલી ટ્રેન અથવા બસમાં સાથે મુસાફરી કરે છે. વિરાર લોકલમાં લોકો દરવાજાની બહાર ફૂટબોર્ડ (People Traveling On Footboards In Virar Local) પર પગ મુકીને, પોતાનો જીવ જોખમમાં મૂકતાં જોવા મળે છે, જેથી તેઓ સમયસર કૉલેજ, ઑફિસ અને ઘરે પહોંચી શકે. નાગરિકોના સંઘર્ષને ધ્યાનમાં લેતા, બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) રેલવે સત્તાવાળાઓને સવાલ કર્યો છે કે, “મુસાફરોએ ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહીને પ્રવાસ કરે છે. તેમાંથી ઘણા અકસ્માતનો ભોગ બને છે અને જીવ ગુમાવે છે. તમે આ બેદરકારી માટે પ્રવાસીઓને કઈ રીતે દોષ આપી શકો?” અલ્પેશ ધોત્રેના કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે રેલવે સામે આ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
13 વર્ષ પહેલા અલ્પેશ ધોત્રે નામનો વિદ્યાર્થી વિરાર લોકલ ટ્રેન (Mumbai Local Train)માં મુસાફરી કરી રહ્યો હતો. વિરાર લોકલ ભીડ માટે જાણીતી છે. બાળક ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થયું હતું. તેમના માતા-પિતાએ રેલવે સત્તાવાળાઓને તેમના નુકસાન માટે વળતરની વિનંતી કરી હતી. રેલવે દ્વારા વળતરના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.
તેઓએ દાવો નકારી કાઢ્યા બાદ ધોત્રેના માતા-પિતા કોર્ટમાં ગયા હતા. દાખલ કરાયેલી અરજી પર સોમવારે 28 ઑગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણ કેસની સુનાવણી કરી રહ્યા હતા. અલ્પેશના માતા-પિતા દ્વારા નિયુક્ત વકીલ બાલાસાહેબ દેશમુખે દલીલ કરી હતી કે વળતર મેળવવું એ અલ્પેશ ધોત્રેના માતાપિતાનો અધિકાર છે.
આ કિસ્સામાં, ડિવિઝનલ મેનેજરો દ્વારા સબમિટ કરવામાં આવેલ રિપોર્ટ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ સાથે અસંગત છે. દેશમુખે અપીલ કરી હતી કે કોર્ટે આ કેસમાં દસ્તાવેજી પુરાવા પર વિચાર કરવો જોઈએ. રેલવે સત્તાવાળાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અલ્પેશનું ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહેવાનું સંપૂર્ણ બેદરકારીભર્યું વર્તન હતું, જેના કારણે તેનું આકસ્મિક મૃત્યુ થયું હતું. દેશમુખે દલીલ કરી હતી કે રેલવે દ્વારા કરવામાં આવેલા આરોપોના કોઈ પુરાવા નથી.
દેશમુખની દલીલો સાંભળ્યા બાદ રેલવે સત્તાવાળાઓના વકીલ ચિંતન અગ્રવાલે રેલવે વતી કેસ રજૂ કરતાં જણાવ્યું હતું કે, અલ્પેશ જ્યારે ટ્રેનમાં હતો ત્યારે તેની પાસે લોકલ ટ્રેનની ટિકિટ નહોતી. તેણે દલીલ કરી હતી કે અલ્પેશ માન્ય લોકલ ટ્રેન પેસેન્જર નથી. આથી, જ્યારે અલ્પેશના માતા-પિતાએ અધિકારીઓને વળતર ચૂકવવા અપીલ કરી, ત્યારે રેલવે દ્વારા તેમનો દાવો ફગાવી દેવામાં આવ્યો.”
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. કોર્ટે આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. દરમિયાન જસ્ટિસ ચવ્હાણે મુંબઈની લોકલ ટ્રેનોમાં વધુ ભીડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુસાફરોની સુરક્ષાના પ્રશ્નોને લઈને રેલવે પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. આ કેસનો નિર્ણય આગામી સુનાવણીમાં લેવામાં આવશે.