Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Palghar Earthquake : 3.7ની તીવ્રતાએ ધ્રૂજ્યું પાલઘર- કોઈ જાનહાનિ નહીં

Palghar Earthquake : 3.7ની તીવ્રતાએ ધ્રૂજ્યું પાલઘર- કોઈ જાનહાનિ નહીં

Published : 06 January, 2025 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Palghar Earthquake: સોમવારની સવારે લગભગ 4.35 વાગ્યે ડહાણુ તાલુકામાં 3.7 ની તીવ્રતા સાથે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા

ભૂકંપની પ્રતીકાત્મક તસવીર

ભૂકંપની પ્રતીકાત્મક તસવીર


આજે મહારાષ્ટ્રનાં પાલઘર વિસ્તારમાંથી ભૂકંપનાં સમાચાર (Palghar Earthquake) સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આજની સવારે પાલઘરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે રિકટેલ સ્કેલની 3.7 ની તીવ્રતા સાથેના આ ભૂકંપ સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. 


રાહતનાં સમાચાર - કોઈ જાનહાનિ થઈ નથી 



આજે સવારે ભૂકંપ (Palghar Earthquake) આવ્યા બાદ આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જ  જાનહાનિ થઈ નથી. તેમ જ આ સમયે કોઈપણ સંપત્તિને નુકસાન થયું હોય એવા પણ કોઈ અહેવાલો સમેયવ્ય નથી. આ સાથે જ પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, “આજે સોમવારની સવારે લગભગ 4.35 વાગ્યે ડહાણુ તાલુકામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તાલુકાના બોર્ડી, દાપચારી અને તલાસારી જેવા વિસ્તારોમાં સ્થાનિકોને વહેલી સવારે ધરતી ધ્રુજી હોવાનો અનુભવ થયો હતો.”


તાજેતરમાં આવી આપત્તિઓથી ઝઝૂમવા અપાયું હતું પ્રશિક્ષણ 

અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પાલઘરમાં મોટા પાયે સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તલાસરી, દહાણુ, મોખાડા, વાડા અને જાવરમાં છ `આશ્રમશાળાઓ`ના 3500થી વધુ વિદ્યાર્થીઓને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR), પૂર અને ભૂકંપથી બચવાની તકનીકો, આગ પ્રતિભાવ વગેરેમાં તાલીમ આપવામાં આવી હતી.


આ પ્રશિક્ષણ અભિયાન ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં યોજાયું હતું, તેનું સંચાલન પાલઘર (Palghar Earthquake) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વડા વિવેકાનંદ કદમ અને NDRF ટીમ કમાન્ડર બ્રિજેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, અધિકારીએ ઉમેર્યું હતું. આ પાછળનું એ જ કારણ છે કે અચાનક આવતી આપતીથી સામનો કરી શકાય.

આ પહેલાં પણ આ વિસ્તારમાં ભૂકંપનાં આંચકા અનુભવાઈ ચૂક્યા છે

તમને જણાવું દઈએ કે પાલઘર જિલ્લામાં અવારનવાર આ પ્રકારે ભૂકંપનાં આંચકાનો (Palghar Earthquake) અનુભવ થતો હોય છે. આ પ્રકારે ભૂતકાળમાં પણ ધરતી ધ્રુજી હોવાના અહેવાલ છે જ.

ગઇકાલે તાજિકિસ્તાનમાં ધરતી કંપી ઊઠી હતી – આવ્યો હતો 4.3ની તીવ્રતાનો આંચકો 

આ સાથે જ તમને જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) પાસેથી મળતા અહેવાલ અનુસાર રવિવારે તાજિકિસ્તાનમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાય હતા. અહીં 4.3ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઊઠી હતી.

ભારતીય માનક સમય અનુસાર જોઈએ તો બપોરના 12:26 વાગ્યે આંચકા અનુભવાયાં હતા. આ જે ભૂકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર 130 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું હતું. અક્ષાંશ 37.25 ઉત્તર અને રેખાંશ 72.11 પૂર્વ પર તે નોંધાયુ હતું. આ પહેલા 26 ડિસેમ્બરે તાજિકિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK