ગઈ કાલે આ ધમકી મળ્યા બાદ વરલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પહેલાં પણ ટ્રૅફિક પોલીસને આ રીતે ધમકીભર્યા મેસેજ આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ ટ્રૅફિક-પોલીસના વૉટ્સઍપ હેલ્પલાઇન નંબર પર પાકિસ્તાનના નંબરથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઑફિસને ઉડાવી દેવાની ધમકી આવતાં સિક્યૉરિટી એજન્સીઓ અલર્ટ થઈ ગઈ હતી. મલિક શાહબાઝ રઝાના નામે આવેલી આ ધમકી અંગ્રેજીમાં હતી. ગઈ કાલે આ ધમકી મળ્યા બાદ વરલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પહેલાં પણ ટ્રૅફિક પોલીસને આ રીતે ધમકીભર્યા મેસેજ આવ્યા છે.

