આ બજેટમાંથી ૮૭ ટકા એટલે કે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રની પાયાભૂત સુવિધાઓમાં સુધારો કરવા માટે ફાળવવામાં આવ્યા છે.
એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન હોવાની સાથે અર્બન ડેવલપેમેન્ટ ખાતું સંભાળતા એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ગઈ કાલે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)નું ૨૦૨૫-’૨૬ વર્ષનું ૪૦,૧૮૭ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાંથી ૮૭ ટકા એટલે કે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રની પાયાભૂત સુવિધાઓમાં સુધારો કરવા માટે ફાળવવામાં આવ્યા છે. આ રકમમાંથી નવી મેટ્રો લાઇન, નવી ટનલ, કોસ્ટલ રોડ અને જળસ્રોત વિકાસ વગેરેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે MMRDAના બજેટમાં MMRને ફાળવવામાં આવેલા રૂપિયાથી MMRની કાયાપલટ થઈ જશે અને આ ક્ષેત્રમાં રહેતા લોકોના જીવનમાં સુધારો થશે.

