Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આપણું રાષ્ટ્રગીત જન ગણ મનને બદલે વંદે માતરમ્ હોવું જોઈએ

આપણું રાષ્ટ્રગીત જન ગણ મનને બદલે વંદે માતરમ્ હોવું જોઈએ

Published : 09 January, 2025 07:22 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહંત રામગિરિ મહારાજે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું...

મહંત રામગિરિ મહારાજ

મહંત રામગિરિ મહારાજ


નાશિક જિલ્લાના સિન્નરમાં આવેલા મઠના મહંત રામગિરિ મહારાજે જન ગણ મનને બદલે વંદે માતરમને રાષ્ટ્રગીત જાહેર કરવાની માગણી કરી છે. તેમણે છત્રપતિ સંભાજીનગરમાં મંગળવારે કહ્યું હતું કે ‘રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં આપણા અત્યારના રાષ્ટ્રગીત જન ગણ મનની રચના કરી હતી. ૧૯૫૦ની ૨૪ જાન્યુઆરીએ એને રાષ્ટ્રગીતના રૂપમાં અપનાવવામાં આવ્યું હતું.


રવીન્દ્રનાથ ટાગોરે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે ૧૯૧૧માં કલકત્તામાં પહેલી વખત બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમ સમક્ષ જન ગણ મન ગીત ગાયું હતું. એ સમયે અંગ્રેજો ભારતમાં અન્યાય કરી રહ્યા હતા. આ ગીત એ સમયે દેશને સંબોધિત કરવા માટે ગાવામાં નહોતું આવ્યું. આ જ કારણસર મારું માનવું છે કે રાષ્ટ્રની ભાવનાને પ્રકટ કરતા વંદે માતરમને રાષ્ટ્રગીત બનાવવું જોઈએ અને એના માટે અમે સંઘર્ષ કરીશું.’



છત્રપતિ સંભાજીનગરમાં ‘મિશન અયોધ્યા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે મહંત રામગિરિ મહારાજે જન ગણ મનને બદલે વંદે માતરમને રાષ્ટ્રગીત બનાવવા માટેની માગણી કરી હતી.   


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2025 07:22 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK