Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ, દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, IMDએ જાહેર કરી ચેતવણી

મુંબઈ, દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, IMDએ જાહેર કરી ચેતવણી

30 June, 2024 10:11 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Orange Alert for Mumbai and Delhi: આઇએમડીના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં મુંબઈના સાંતાક્રુઝ ખાતે આવેલી લેબમાં 33 મીમી વરસાદની નોંધ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશમાં ચોમાસુ શરૂ થયું છે. તેની સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં ગયા અઠવાડિયાથી (Orange Alert for Mumbai and Delhi) ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમ જ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. જો કે ઉત્તર ભારતના દિલ્હી એનસીઆરમાં શનિવારે આખા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ભારે વરસાદ વરસ્યો હતો. તેમ જ આજે રવિવારે 30 જૂન 2024ના રોજ પણ હવામાન વિભાગ દ્વારા દિલ્હી અને એનસીઆરના વિસ્તારો માટે આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે.


દિલ્હી એનસીઆર સહિતના હિમાચલ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ વગેરે રાજ્યોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા (Orange Alert for Mumbai and Delhi) છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસોથી ભારે વરસાદને લીધે વાતાવરણમાં મોટો બદલાવ આવ્યો છે. યુપીની રાજધાની લખનઊ સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગ મુજબ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં આજથી ત્રણ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સુધી કેરળ, ગોવા, ગુજરાત, કર્ણાટક, કોંકણ અને મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ધીમો વરસાદ થવાની શક્યતા છે. તે જ સમયે, મરાઠવાડા, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને કાંઠાના આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધીમોથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા આઇએમડીએ વ્યક્ત કરી છે.



આઇએમડીએએ આગાહી કરી છે કે મુંબઈમાં આગામી અઠવાડિયામાં વરસાદ વધુ (Orange Alert for Mumbai and Delhi) તીવ્ર બનશે. જેથી 30 જૂનથી આવતા પાંચ દિવસ સુધી મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઇએમડી મુજબ આ પાંચ દિવસમાં મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને સોમવાર પહેલી જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર થતાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, એવી માહિતી આઇએમડી વિભાગના એક અધિકારીએ આપી હતી.


મુંબઈના આગામી સમયમાં વરસાદની પરિસ્થિતી (Orange Alert for Mumbai and Delhi) અંગે એક અધિકારીએ કહ્યું “પશ્ચિમી પવનોએ ફરીથી જોર પકડવાનું શરૂ કર્યું છે અને પશ્ચિમ કિનારે એક ચાટ નિર્માણ થયો છે જેને લીધે ઓછા દબાણ વાળો પટ્ટો નિર્માણ થયો છે. સમુદ્રમાં આવી પરિસ્થિતી નિર્માણ થતાં આગામી અઠવાડિયામાં મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પાડવા માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

આઇએમડીના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં મુંબઈના સાંતાક્રુઝ ખાતે આવેલી લેબમાં 33 મીમી વરસાદની નોંધ (Orange Alert for Mumbai and Delhi) કરવામાં આવી છે. તેમ જ કોલાબા ખાતેના દરિયાકાંઠાની લેબમાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુજબ, શહેરમાં 44.7 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ પૂર્વ ઉપનગરોમાં 41.89 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 26.68 મીમી વરસાદ નોંધાયો હતો. જેથી આગામી સમય મુંબઈ માટે નિર્ણાયક સાબિત થશે, એવું બીએમસીએ કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK