કેમ કે હવે જૂના વિરોધીઓ તેમના ચાહક બની રહ્યા છે એવું ભારતીય જનતા પાર્ટીના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેલના વડા અમિત માલવીયનું કહેવું છે
નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેલના વડા અમિત માલવીયએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કૉન્ગ્રેસના નેતા શશી થરૂર, દિગ્વિજય સિંહ, સમાજવાદી પાર્ટીનાં નેતા જયા બચ્ચન, નૅશનલ કૉન્ફરન્સના ઉમર અબદુલ્લા અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નાં પ્રિયંકા ચતુર્વેદી જેવાં નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જોવા મળ્યાં હતાં. આ તમામ નેતાઓ એક સમયે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી હતાં, પણ હવે તેઓ મોદીની પ્રશંસા કરતાં હોવાથી અમિત માલવીયએ લખ્યું હતું કે હવે નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે, કારણ કે જૂના વિરોધીઓ તેમના ચાહક થઈ રહ્યા છે.



