Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના નામે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના નામે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી

20 July, 2024 10:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાતોમાં આવી જઈને ફરિયાદીએ દોઢ કરોડ રૂપિયા રોક્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા જતાં દોઢ કરોડ રૂપિયા ગુમાવવા બદલની ફરિયાદ નોંધાઈ છે. સાઇબર પોલીસે હવે એ ગઠિયાને શોધી કાઢવાના પ્રયાસ શરૂ કર્યા છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ ગયા મહિને ગઠિયાએ તેનો ઑનલાઇન સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જો તે દોઢ કરોડ રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરશે તો તેને થોડા સમયમાં ઘણો ફાયદો થશે. એથી તેની વાતોમાં આવી જઈને ફરિયાદીએ દોઢ કરોડ રૂપિયા રોક્યા હતા. એ પછી જ્યારે તેણે એ રોકાણ પર થયેલા ફાયદા વિશે આરોપીને પૂછપરછ કરી ત્યારે આરોપીએ તેને ઈ-મેઇલ પર ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ રકમ પાછી આપી નહોતી. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવું જણાઈ આવતાં સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ હવે તેણે કરેલું પેમેન્ટ કયા અકાઉન્ટમાં ગયું, ત્યાંથી કયા અકાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યું, ક્યાંથી એને ઉપાડવામાં આવ્યું એ બાબતની ટેક્નિકલ તપાસ ચાલુ કરી છે.   


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK