સૅન્ટા ક્લૉઝના ગેટ-અપમાં સજ્જ ટ્રાફિક-પોલીસે ફ્રી કીચેઇન આપ્યાં હતાં.
પોલીસ
ક્રિસમસના રંગમાં ટ્રાફિક પોલીસ પણ રંગાઈ હોય એવું લાગે છે, પણ આ કામ તેઓ પોતાના શોખ માટે નહીં પણ લોકોની સેફ્ટી માટે કરી રહ્યા છે. ગઈ કાલે ઍન્ટૉપ હિલ ટ્રાફિક પોલીસે મહત્ત્વનાં જંક્શનો પર ક્રિસમસ થીમને આધારે જાગૃતિ-અભિયાન ચલાવ્યું હતું.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડવાને બદલે સૅન્ટા ક્લૉઝના ગેટ-અપમાં સજ્જ ટ્રાફિક-પોલીસે ફ્રી કીચેઇન આપ્યાં હતાં. ઍન્ટૉપ હિલ ટ્રાફિક-પોલીસના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘ક્રિસમસને લીધે અમે નિયમોનું ઉલ્લંઘન કરનારોઓને દંડ નહોતો કર્યો. અમારા ઑફિસરો હાથમાં પ્લેકાર્ડ લઈને અમુક જગ્યાએ ઊભા રહ્યા હતા, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. અમે પૉઝિટિવ મેસેજ આપવા માગતા હતા.’
ADVERTISEMENT
ટ્રાફિકના સાઉથ મુંબઈ ડિવિઝનનાં ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રજ્ઞા જેડગેએ કહ્યું હતું કે ‘આ અભિયાન અમે ૪૧ ચેકપૉઇન્ટ્સ અને ૨૦૦ જંક્શન પર ચલાવ્યું હતું. એની પાછળનું કારણ લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જવાબદાર બનાવવાનું હતું. ક્રિસમસ ફક્ત આનંદનો તહેવાર નથી, આ તો જવાબદારીનો તહેવાર છે. રોડ-સેફ્ટી એ આપણા બધાની જવાબદારી છે.’