આંતરડાની નર્વસ સિસ્ટમ જે આપણા આંતરડાને નિયંત્રિત કરે છે જેને ઘણી વાર શરીરનું બીજું મગજ કહેવામાં આવે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ધ વેજિટેરિયન સોસાયટીના ઉપક્રમે ૧૮ એપ્રિલે ચર્ચગેટમાં ડૉ. અમિત માયદેવ દ્વારા ‘આંતરડામાં મનુષ્યનું બીજું મગજ છે એના વિશેની સમજ’ વિષય પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૅસ્ટ્રોએન્ટરોલૉજીના નિષ્ણાત ડૉ. અમિત માયદેવ આંતરડાની જટિલતાઓ અને એકંદરે આરોગ્ય જાળવવામાં એની મુખ્ય ભૂમિકા વિશે વિસ્તારથી સમજાવશે. આંતરડાની નર્વસ સિસ્ટમ જે આપણા આંતરડાને નિયંત્રિત કરે છે જેને ઘણી વાર શરીરનું બીજું મગજ કહેવામાં આવે છે. આ ચર્ચાસત્રમાં પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળ ઃ સમ્રાટ રેસ્ટોરાં, ચર્ચગેટ. સમય ઃ સાંજે ૬ વાગ્યે.

