રેલવે અધિકારીએ કહ્યું કે આનો ઉદ્દેશ પ્રવાસીઓને ઓછામાં ઓછી અસુવિધાની સાથે અને સંચાલનની દ્રષ્ટિએ પણ જે રીતે નૉન એસી લોકલમાં ઊભા રહેવાની જગ્યા છે તે જ એસી લોકલમાં પણ ચાલવા અને ઊભા રહેવા માટે વધારે જગ્યા આપીને માઈગ્રેશનની રણનીતિ બનાવવાનો છે.
Mumbai AC Local
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈની એસી લોકલ ટ્રેનને ( Mumbai AC Local Walkthrough Design) ટૂંક સમયમાં જ 12 કોચની વૉકથ્રૂ જગ્યાવાળી ડિઝાઈન મળશે. લૉકડાઉન (Lockdown) બાદ એસી લોકલમાં (AC Local) ભીડમાં વધારે જોયા બાદ આ સુધારો કરવામાં આવ્યો જેને 2022માં કોવિડ-19 મહામારીને (Covid-19) કારણે શરૂ કરવામાં આવી હતી. રેલવે અધિકારીએ કહ્યું કે આનો ઉદ્દેશ પ્રવાસીઓને ઓછામાં ઓછી અસુવિધાની સાથે અને સંચાલનની દ્રષ્ટિએ પણ જે રીતે નૉન એસી લોકલમાં ઊભા રહેવાની જગ્યા છે તે જ એસી લોકલમાં પણ ચાલવા અને ઊભા રહેવા માટે વધારે જગ્યા આપીને માઈગ્રેશનની રણનીતિ બનાવવાનો છે.
જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશો
ભારતીય રેલવે દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશો અને નિયામક અરજીઓના એક નવા સેટ પ્રમાણે હવેથી બનાવવામાં આવતી એસી લોકલ ટ્રેનો માટે બાર કોચવાળી વૉકથ્રૂ ડિઝાઈનની પરવાનગી હશે.
ADVERTISEMENT
સંપૂર્ણ રીતે વેસ્ટિબુલ એસી લોકલ ટ્રેન, પાટા નજીક દરેક વીજ અને ઉપકરણો સાથે, નિયમિત એસી ટ્રેનની તુલનામાં વધારે પ્રવાસીઓનો સમાવેશ કરવામાં સક્ષમ હશે, અને આવી જ એક સેમ્પલ કહી શકાય તેવી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર છે. એસી લોકલ ટ્રેનના નવા સેટને આપવામાં આવનારી અન્ય વસ્તુઓમાં આગની ઓળખ કરનારા સેન્સર અને જાતે પ્રગટતો ધૂમાડો અને આગ લાગતી વખતે વાગતા અલાર્મ સામેલ છે. મોટરમેન અથવા ગાર્ડ પાસે પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા પણ હશે.
આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવેએ આઠ મહિનામાં ખુદાબક્ષો પાસેથી ઉઘરાવ્યો ૨૦૦ કરોડથી વધુનો દંડ
જો કે, સૌંદર્યશાસ્ત્રના સંબંધે સુધારો થયો છે, રેલવે બૉર્ડે નિર્માતાઓને ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં એક વિશેષજ્ઞની નિયુક્તિ માટે પણ કહ્યું છે કે જેથી ભવિષ્યની ટ્રેનોમાં ડેકોરેશન, બહારથી ટ્રેનના સંપૂર્ણ દેખાવ અને કલર પ્લાનિંગ અને ડ્રાઈવર કેબમાં હજી સુધારા કરી શકાય.
આ પણ વાંચો : મુંબઈ લોકલમાં સિનિયર સિટિઝન માટે ડબ્બો રિઝર્વ કરો; હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
મુંબઈની લોકલ ટ્રેનોને સંપૂર્ણ રીતે એસી લોકલમાં ફેરવવાની લાંબા સમયની યોજના
મુંબઈ રેલ વિકાસ નિગમ (MRVC)એ હવે સિસ્ટ્રાને સલાહકાર તરીકે અપૉઈન્ટ કર્યા છે કે પ્રવાસીઓને ઓછામાં ઓછી અસુવિધા સાથે હાલની મુંબઈ લોકલ ટ્રેનને કેવી રીતે એસી લોકલ ટ્રેનમાં માઈગ્રેટ કરી શકાય.