આ દરમિયાન નીતા અંબાણીએ NMACCના ઉદ્ઘાટન પ્રસંગે `રઘુપતિ રાઘવ રાજા રામ` સ્તોત્ર પર નૃત્ય પણ કર્યું હતું
વીડિયો ગ્રેબ
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું શુક્રવારે મુંબઈમાં ભવ્ય સમારોહ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પત્ની નીતા અંબાણી (Nita Ambani)એ તેને વિશ્વના શ્રેષ્ઠ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક ગણાવ્યું હતું. આ દરમિયાન નીતા અંબાણીએ (NMACC)માં `રઘુપતિ રાઘવ રાજા રામ` સ્તોત્ર પર નૃત્ય પણ કર્યું હતું.
તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું સાંસ્કૃતિક કેન્દ્ર
ADVERTISEMENT
વાસ્તવમાં, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન વખતે નીતા અંબાણી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં હતાં. `રઘુપતિ રાઘવ રાજા રામ` ગીત પર ડાન્સ કરતી વખતે તેમણે ગુલાબી અને લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. ન્યૂઝ એજન્સી ANIએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનનો વીડિયો શેર કર્યો છે, જેમાં નીતા અંબાણી ડાન્સ કરતાં જોવા મળે છે. એક મિનિટ 34 સેકન્ડના આ વીડિયોમાં તેમણે પોતાના ડાન્સથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
View this post on Instagram
યુવાનોને મળશે કળા બતાવવાની તક
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે મોટા શો યોજાશે. આ ઉપરાંત નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોના યુવાનોને પણ તેમની કળા બતાવવાનો મોકો મળશે. તે જ સમયે, મુકેશ અંબાણીએ કહ્યું કે “મુંબઈની સાથે તે દેશ માટે કલાના મોટા કેન્દ્ર તરીકે પણ ઉભરશે. હું આશા રાખું છું કે ભારતીયો તેમની તમામ કલાત્મકતા સાથે મૂળ શોનું નિર્માણ કરી શકશે.”
આ પણ વાંચો: NMACC Grand Opening: અંબાણીની સ્ટાર સ્ટડેડ ઈવેન્ટ
અનેક સેલેબ્ઝ હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભારત રત્ન સચિન તેંડુલકર, અભિનેતા આમિર ખાન, અભિનેત્રી દીપિકા પાદુકોણ, સદગુરુ જગ્ગી વાસુદેવ સહિત રાજકારણ, રમતગમત, સિનેમાના વિવિધ દિગ્ગજો હાજર રહ્યા હતા.