Nitish Kumar Statement: રાજકીય હોબાળો થયા બાદ હવે નીતીશ કુમારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે માફી માંગી છે.
નીતિશ કુમારની ફાઇલ તસવીર
નીતિશ કુમારની વિવાદિત ટિપ્પણી (Nitish Kumar Statement) પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થયું હતું. NCW એ મંગળવારે તેમના નિવેદન (Nitish Kumar Statement) પછી તરત જ નીતિશ કુમારની માફીની માંગણી કરી હતી. રેખા શર્માએ એક્સ પરના તેમના નિવેદનમાં પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય મહિલા રાજકારણીઓને ટેગ કરીને નીતિશ કુમારના નિવેદનની નિંદા કરવા વિનંતી કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ NCW અધ્યક્ષ પર મૌન રાખવા અને તેમના પદનો અનાદર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વરિષ્ઠ આરજેડી નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ જે બિહારના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન છે, તેઓએ જણાવ્યું હતું કે નીતિશ કુમારનું નિવેદન એ "જીભ લપસી અથવા ભૂલ" હોઈ શકે છે, ઉમેર્યું હતું કે નીતિશ કુમારે જે કર્યું તે કહેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.
ADVERTISEMENT
જો કુમારે માફી માંગી હોય તો તેમને માફ કરી દેવા જોઈએ. RJDના વડા લાલુ પ્રસાદની પત્ની અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવની માતા રાબરીએ કહ્યું કે તેના પર બહુ હોબાળો ન થવો જોઈએ.”
ગૃહમાં આપવામાં આવેલા `સેક્સ નોલેજ` (Nitish Kumar Statement) બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) હવે સ્પષ્ટતા રજૂ કરી છે. રાજકીય હોબાળો થયા બાદ હવે નીતીશ કુમારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે માફી માંગી છે. બિહારના સીએમએ માફી માંગતા કહ્યું છે કે, `મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી.` તેમ્ણે આગળ ઉમેર્યું હતું કે, `જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું. જેઓ મારી ટીકા કરી રહ્યા છે તેમને પણ હું અભિનંદન આપું છું.’
સીએમ નીતિશ કુમારે વધુમાં કહ્યું કે અમે બિહારમાં ઘણું કામ કર્યું છે અને હવે અમે મહિલાઓના ઉત્થાન માટે પણ કામ કરી રહ્યા છીએ. તે જ સમયે ગૃહમાં પણ સીએમ નીતિશે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના નિવેદનથી શરમ અનુભવી રહ્યા છે. સાથે જ તેમ્ણે કહ્યું છે કે તે પોતાનું નિવેદન પાછું ખેંચી લેશે. નોંધનીય છે કે મંગળવારે (7 નવેમ્બર) બિહાર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન સીએમ નીતિશ કુમારે વિધાન પરિષદમાં કંઈક એવું કહ્યું જેને સાંભળીને મહિલાઓ દંગ રહી ગઈ હતી. એટલું જ નહીં હાજર પુરુષો પણ હસવા લાગ્યા હતા.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જન્મ નિયંત્રણ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અપમાનજનક ટિપ્પણી (Nitish Kumar Statement) પર પ્રતિક્રિયા આપી અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું માંગ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ બુધવારે કહ્યું કે મહિલાઓનું સન્માન કરવું એ અમારી જવાબદારી છે અને બિહારના સીએમએ તેમના નિવેદન માટે માફી માંગી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ.

