Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: જ્યારે રતન તાતાએ પૂછ્યો આ પ્રશ્ન, સાંભળીને ચોંક્યા ગડકરી

Mumbai News: જ્યારે રતન તાતાએ પૂછ્યો આ પ્રશ્ન, સાંભળીને ચોંક્યા ગડકરી

Published : 15 April, 2022 05:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નિતિન ગડકરીએ તે ઘટના યાદ અપાવી જ્યારે રતન તાતાએ એક એવો પ્રશ્ન પૂછ્યો જેને સાંભળીને નિતિન ગડકરી પણ ચોંકી ગયા હતા. અહીં જાણો શું છે આખી ઘટના. 

નિતિન ગડકરી (ફાઈલ તસવીર)

નિતિન ગડકરી (ફાઈલ તસવીર)


દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Central Minister Nitin Gadkari)ઘણીવાર પોતાના ભાષણમાં કોઇક ને કોઇક જૂની વાતનો ઉલ્લેખ કરતા રહે છે. ગુરુવારે પણ તેમણે એવા જ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો, જે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા (Ratan Tata) સાથે જોડાયેલો છે. હકિકતે નિતિન ગડકરીએ તે ઘટના યાદ અપાવી જ્યારે રતન તાતાએ એક એવો પ્રશ્ન પૂછ્યો જેને સાંભળીને નિતિન ગડકરી પણ ચોંકી ગયા હતા. અહીં જાણો શું છે આખી ઘટના. 


રતન તાતાની સાદગી, કર્મચારીઓ અને જનતા પ્રત્યે સારી ભાવનાથી દરેક જણ પરિચિત છે. નિતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા. ત્યારે તેમને આરએસએસના એક પદાધિકારીએ રતન તાતાને એક હૉસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં બોલાવવા માટે આગ્રહ કર્યો હતો. જ્યારે રતન તાતા હૉસ્પિટલના ઉદ્ઘાટન  માટે પહોંચ્યા. ત્યારે તેમણે એક એવો પ્રશ્ન પૂછ્યો જેને સાંભળીને ગડકરી ચોંકી ગયા હતા. હકિકતે રતન તાતાએ પૂછ્યું કે શું આ હૉસ્પિટલ માત્ર હિંદુઓ માટે છે. જેના જવાબમાં ગડકરીએ પ્રશ્ન કર્યો તે તેમને એવું કેમ લાગે છે.




નિતિન ગડકરીના પ્રશ્ન પર રતન તાતાએ કહ્યું કારણકે આ હૉસ્પિટલ આરએસએસની છે. ત્યારે ગડકરીએ કહ્યું કે આવું બિલકુલ પણ નથી. આ હૉસ્પિટલ સમાજના બધા સમુદાયો માટે છે. તેમણે કહ્યું કે આરએસએસમાં આ પ્રકારની કોઈપણ વસ્તુ નથી. આ વાત ગડકરીએ પુણેમાં એક હૉસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં જણાવી છે.


નિતિન ગડકરી એક દૂરદર્શી નેતા
મહારાષ્ટ્ર અને દેશમાં નિતિન ગડકરીને એક દૂરદર્શી નેતા તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહેતા તે કરી બતાવ્યું છે જેના વિશે કોઈએ ત્યારે વિચાર્યું પણ નહીં હોય. પોતાના કાર્યકાળમાં તેમણે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે સહિત ડઝનેક ફ્લાઈઓવર બનાવ્યા હતા. ત્યારે રાજ્યમાં યુતિ (શિવસેના-બીજેપી)ની સરકાર હતી. હાલના સમયમાં પણ નિતિન ગડકરી પોતાના કાર્યો દ્વારા ચર્ચાઓમાં છવાયેલા રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2022 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK