ફ્રાન્સથી ઇટલી પહોંચેલા આ ક્રૂઝમાં મહેમાનોએ ચાર દિવસ જુદી-જુદી થીમ-બેઝ્ડ કૉસ્ચ્યુમ પહેર્યા હતા
લાઈફમસાલા
નીતા અંબાણી
૧૨ જુલાઈએ મુંબઈમાં જેમનાં લગ્ન છે એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન હજી પણ ચર્ચામાં છે. જામનગરમાં ભવ્ય ઉત્સવ બાદ અંબાણી-પરિવારે ક્રૂઝમાં બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. ફ્રાન્સથી ઇટલી પહોંચેલા આ ક્રૂઝમાં મહેમાનોએ ચાર દિવસ જુદી-જુદી થીમ-બેઝ્ડ કૉસ્ચ્યુમ પહેર્યા હતા. એ દરમ્યાન તોગા પાર્ટી માટે નીતા અંબાણીએ લાખોની જ્વેલરી સાથે શિઆપરેલીનો વાઇટ તોગા પહેર્યો હતો. શિઆપરેલી ફ્રાન્સની જાણીતી ફૅશન-કંપની છે.
તોગા પાર્ટી ગ્રીકો-રોમન સંસ્કૃતિની થીમવાળી ઇવેન્ટ છે જેમાં લોકો પ્રાચીન રોમન ગાર્મેન્ટ્સ પહેરે છે અને આ લૂઝ ગાર્મેન્ટ્સને તોગા કહેવાય છે. નીતા અંબાણીએ વાઇટ તોગા સાથે આ જ બ્રૅન્ડનું ગોલ્ડન બ્રાસ ધરાવતું ડબલ બ્રોચ પહેર્યું હતું જેમાં એક બાજુ બીન માઉથ અને બીજી બાજુ શિઆપરેલીની સિગ્નેચર ઇનૅમલ આઇ અને આઇલૅશીઝ હતી. આ બ્રોચની કિંમત લગભગ ૨,૦૫,૫૦૫ રૂપિયા છે, તો તેમણે પહેરેલા કોલિઅર રુબન સ્પાયરલ નેકલેસની કિંમત ૬ લાખ રૂપિયા છે. આ વિશિષ્ટ નેકલેસ સાથે નીતા અંબાણીએ મોટા રત્નથી સુશોભિત ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં.