નીતા અંબાણીને રોટરી ક્લબ ઑફ બોમ્બે તરફથી પ્રતિષ્ઠિત સિટિઝન ઑફ મુંબઈ પુરસ્કાર 2023-24 એનાયત કરવામાં આવ્યો છે. (Nita Ambani Receives the prestigious Citizen of Mumbai Award)
નીતા અંબાણીને સિટીઝન ઑફ મુંબઈ 2023-24 એવૉર્ડ કરાયો એનાયત
રોટરી ક્લબ ઑફ બૉમ્બે દ્વારા નીતા અંબાણીને સિટીઝન ઑફ મુંબઈ એવૉર્ડ 2023-24 દ્વારા નવાજવામાં આવ્યાં છે. આ એવૉર્ડ તેમને હેલ્થકૅર, એડ્યુકેશન, સ્પૉર્ટ્સ, આર્ટ્સ અને કલ્ચર જગતમાં પરિવર્તનશીલ સંસ્થાઓ બનાવવા માટેના તેમના નિરંતર યોગદાનને બિરદાવવા માટે આપવામાં આવ્યો છે. (Nita Ambani Receives the prestigious Citizen of Mumbai Award)
ADVERTISEMENT
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને રોટરી ક્લબ ઑફ બૉમ્બે તરફથી પ્રતિષ્ઠિત ‘સિટીઝન ઑફ મુંબઈ’ એવોર્ડ 2023-24 આપવામાં આવ્યો. (Nita Ambani Receives the prestigious Citizen of Mumbai Award)
આ પુરસ્કાર તેમને આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિમાં પરિવર્તનશીલ સંસ્થાઓ બનાવવા માટે તેમના નિરંતર યોગદાનને બિરદાવે છે.
નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનાં માલિક છે, ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ક્રિકેટ ટીમમાંની એક છે. તે ફૂટબૉલ સ્પૉર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડના સ્થાપક ચૅરપર્સન પણ છે, જેમણે ઈન્ડિયન સુપર લીગની શરૂઆત પણ કરી અને બાળકો માટે તેમણે એજ્યુકેશન એન્ડ સ્પૉર્ટ્સ ફૉર ઑલની પહેલ પણ કરી. નીતા અંબાણી ન્યૂયૉર્ક MIના પણ માલિક જેમણે મેજર લીગ ક્રિકેટ (MLC)ની પણ શરૂઆત કરી.
રિલાયન્સ ફાઉન્ડેશનની વેબસાઈટ પ્રમાણે, તેઓ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ચૂંટાયેલાં પ્રથમ ભારતીય મહિલા છે અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ન્યૂયૉર્ક બોર્ડનાં માનદ ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલાં પ્રથમ ભારતીય છે.
મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC), જે આ વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા નીતા અંબાણીએ પ્રેક્ષકો અને કલાકારો બંને માટે ભારતીય કલા અને સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે એક નવું સેન્ટર ખડું કર્યું.
નીતા અંબાણી મુંબઈમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા તમામ ભારતીયોને સસ્તી અને વર્લ્ડ-ક્લાસ સાર-સંભાળ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.
નીતા અંબાણીના નેતૃત્વમાં, રિલાયન્સ ફાઉન્ડેશન તમામ લોકો માટે એકંદરે સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી જીવનશૈલી પહોંચાડવા માટે ટ્રાન્સફૉર્મેટિવ ફેરફારોની સુવિધા આપવા માટે કામ કરે છે. ગયા મહિને, નીતા અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં દેશના નાનામાં નાના શહેરો અને દૂરના ગામડાઓમાં 70 મિલિયન ભારતીયોના જીવન સુધી પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીને ગ્રાસરૂટ સ્પોર્ટ્સ પરની તેમની પહેલ માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી `રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક એવોર્ડ 2017` મળ્યો હતો. તેમને ભારતીય રમતગમતની શ્રેષ્ઠ કોર્પોરેટ સમર્થકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેમને અનેક એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
નીતા અંબાણીને જ્યારે આ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો ત્યારે તેમણે ટ્રેડિશનલ ડ્રેસ કૅર કર્યો હતો. આ ડ્રેસ સાથે તેમની પ્રતિભામાં ઊમેરો કરતા એરિન્ગ્સ પહેર્યા હતા. સાથે ડાયમંડનો કડો ધ્યાન ખેંચી લે તેવું તો છે જ. નીતા અંબાણી સાથે તેમની તસવીરમાં પતિ મુકેશ અંબાણી અને દીકરી ઈશા અંબાણી પણ જોવા મળે છે.