Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાતના ટેમ્પરેચરમાં બે-ત્રણ દિવસ ઘટાડો જોવા મળશે

રાતના ટેમ્પરેચરમાં બે-ત્રણ દિવસ ઘટાડો જોવા મળશે

Published : 02 February, 2024 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ગઈ કાલે ​દિવસ દરમ્યાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા અને હવે બેથી ત્રણ દિવસ રાતના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે એવી મોસમ વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

રાતના ટેમ્પરેચરમાં બે-ત્રણ દિવસ ઘટાડો જોવા મળશે

રાતના ટેમ્પરેચરમાં બે-ત્રણ દિવસ ઘટાડો જોવા મળશે


મુંબઈમાં ગઈ કાલે ​દિવસ દરમ્યાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા અને હવે બેથી ત્રણ દિવસ રાતના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે એવી મોસમ વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 
મોસમ વિભાગનાં ​ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉત્તરમાં હાલ સ્નોફૉલ થયો છે એને કારણે ત્યાંથી ઠંડા પવનો આવી રહ્યા છે એટલે મુંબઈમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે જોકે સાંતાક્રુઝમાં ૧૯.૮ અને કોલાબામાં ૨૦.૦૮ ​ડિગ્રી તાપમાન હતું. આવતા બેથી ત્રણ દિવસ એમાં ઘટાડો જોવા મળશે અને રાતનું તાપમાન ઘટીને ૧૭ ​ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે. એ પછી ફરી પારો થોડો ઊંચકાશે અને પાછી થોડી વધઘટ જોવા મળશે. હાલ સીઝન ચેન્જ થઈ રહી હોવાથી આવું બનવું સ્વાભાવિક છે. આવતા પાંચ દિવસ પછી ઠંડીની અસર કેટલી રહેશે કે ગરમી કેટલી રહેશે એ ધીમે-ધીમે જાણી શકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK