Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં : અરબી સમુદ્રના કાંઠે શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી તિરંગો લહેરાવ્યો

ન્યૂઝ શોર્ટમાં : અરબી સમુદ્રના કાંઠે શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી તિરંગો લહેરાવ્યો

Published : 11 August, 2024 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજાદ ટાપુ પર અરબી સમુદ્રના કાંઠે હર ઘર તિરંગા અભિયાન યોજાયું

જોઈને ગર્વ થાય તેવી તસવીર

જોઈને ગર્વ થાય તેવી તસવીર


સ્વતંત્રતા દિન નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનની સાથે-સાથે ગઈ કાલથી તિરંગા યાત્રા શરૂ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજાદ ટાપુ પર અરબી સમુદ્રના કાંઠે યોજાયેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દ્વારકા પોલીસના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી તિરંગો લહેરાવ્યો હતો. દરિયાકિનારે તિરંગો લહેરાતાં અદ્ભુત નઝારો સર્જાયો હતો. 


કૉલેજિયનોએ જગાવી દેશદાઝ




એચ. આર. કૉલેજની રોટરૅક્ટ ક્લબના વિદ્યાર્થીઓએ આવી રહેલા સ્વતંત્રતા-દિવસના ઉપલક્ષ્યમાં ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ફ્લૅશ મૉબનું આયોજન કર્યું હતું. ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે પંડિત જવાહરલાલ નેહરુએ આપેલી સ્પીચ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ને યાદ કરીને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ દેશભિક્ત​નાં ગીતો પર ડાન્સ કર્યો હતો. તેમની જોશભરી અને દેશદાઝભરી રજૂઆતને જોવા અનેક પ્રવાસીઓ ઊભા રહી ગયા હતા. તસવીર (તસવીર -  સૈયદ સમીર અબેદી)


ગાઝામાં ઇઝરાયલે સ્કૂલ પર કર્યો હુમલો : ૧૦૦નાં મોત

ગાઝામાં એક સ્કૂલ પર ઇઝરાયલે શનિવારે કરેલા હુમલામાં ૧૦૦થી વધુ પૅલેસ્ટીનોનાં મૃત્યુ થયાં હતાં. ઇઝરાયલ આર્મીએ કહ્યું હતું કે તેણે હમાસના કમાન્ડ-સેન્ટર પર હુમલો કર્યો હતો. આ સ્થળે હમાસના આતંકવાદીઓ અને કમાન્ડરો રહેતા હતા અને એને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. તેઓ એક સ્કૂલમાં રહેતા હતા અને તેમને ઉડાવી દેવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2024 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK