એનસીપી અજિત પવારના રૂટથી સત્તામાં બાબા સિદ્દીકી સહિતના કૉન્ગ્રેસના મુસ્લિમ વિધાનસભ્યો સામેલ થઈ શકે છે
બાબા સિદ્દિકી
ત્રણ વખત વિધાનસભ્ય અને ચાર વર્ષ રાજ્યના પ્રધાનપદે રહી ચૂકેલા કૉન્ગ્રેસના બાબા સિદ્દીકીએ ગઈ કાલે ૪૮ વર્ષના સંબંધનો અંત લાવીને સાથ છોડ્યો હતો. બાબા સિદ્દીકીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી અને તેઓ ૧૦ ફેબ્રુઆરીએ એક જાહેર સભા યોજીને અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થશે એમ કહ્યું છે. તેમની પાછળ કૉન્ગ્રેસના બીજા બે મુસ્લિમ વિધાનસભ્યો અમીન પટેલ અને અસલમ શેખ પણ એનસીપીમાં જોડાવાની ચર્ચા છે. આ મુસ્લિમ વિધાનસભ્યોને બીજેપી નથી ગમતી, પણ સત્તા મેળવવા માટે તેઓ બીજેપી સાથે સરકારમાં સામેલ એનસીપીમાં સામેલ થઈ રહ્યા હોવાની ચર્ચા છે. કૉન્ગ્રેસે આ નવી પૅટર્ન શોધી કાઢી હોવાનું પણ કહેવાય છે.