ઈડીમાં જતાં પહેલાં રોહિત પવારે વિધાનભવનમાં છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાને નમન કર્યું હતું અને શરદ પવાર અને સુપ્રિયા સુળેને પણ મળ્યા હતા.
સાકર કારખાના સ્કૅમમાં ઈડીની ઑફિસમાં જવા પહેલા રોહિત પવાર શરદ પવાર અને સુપ્રિયા સુળેને પગે પડ્યા હતા. (શાદાબ ખાન)
એનસીપીના નેતા અને કર્જત જામખેડના વિધાનસભ્ય રોહિત પવારની ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ પૂછપરછ કરી હતી. ઈડીમાં જતાં પહેલાં રોહિત પવારે વિધાનભવનમાં છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાને નમન કર્યું હતું અને શરદ પવાર અને સુપ્રિયા સુળેને પણ મળ્યા હતા.
રોહિત પવારની કંપની બારામતી ઍગ્રોએ ખાડે ગયેલા કન્નડ સહકારી સાકર કારખાનાની પચાસ કરોડ રૂપિયામાં ખરીદી કરી હતી. એ સદંર્ભે ઈડીએ રોહિત પવારને પૂછપરછ માટે સમન્સ મોકલ્યો હતો. એથી ગઈ કાલે રોહિત પવાર ઈડીની ઑફિસમાં હાજર થયા હતા.
ADVERTISEMENT
ઈડીની ઑફિસમાં હાજર થતાં પહેલાં રોહિત પવાર વિધાનભવન ગયા હતા અને શિવાજી મહારાજના સ્ટૅચ્યુને પગે લાગ્યા હતા. એ પછી તેઓ પક્ષના કાર્યાલયમાં શરદ પવારને મળ્યા હતા. શરદ પવારે તેમને એ વખતે યશંવતરાવ ચવાણનું પુસ્તક આપીને આશીર્વાદ આપ્યા હતા. એ પછી તે શરદ પવારનાં પુત્રી અને સંસદસભ્ય સુપ્રિયા સુળેને મળ્યા હતા. સુપ્રિયા સુળેએ ભારતીય બંધારણ હાથમાં રાખ્યું હતું. તેમણે રોહિત પવારને કહ્યું હતું કે ‘સત્યમેવ જયતે, સત્યનો વિજય થશે. આ કાળ આહવાનનો છે. આહવાનનો સામનો કરીશું, સંઘર્ષ કરીશું અને સંઘર્ષ કરતા રહીશું. મહારાષ્ટ્રના સ્વાભિમાનની આ લડાઈ છે. કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરાય છે. ઇન્કમ ટૅક્સ, ઈડી અને સીબીઆઇના ૯૨ ટકા કેસ વિરોધ પક્ષો પર નોંધાયેલા છે એમ સંસદમાં રજૂ થયેલા ડેટામાં કહેવાયું છે.’