don`t want to hide my caste: શરદ પવાર પ્રભાવશાળી મરાઠા સમુદાય સાથે સંબંધ ધરાવે છે જેનું યોગદાન મહારાષ્ટ્રની કુલ જનસંખ્યામાં 30 ટકાથી વધારે છે.
શરદ પવાર (ફાઇલ તસવીર)
don`t want to hide my caste: શરદ પવાર પ્રભાવશાળી મરાઠા સમુદાય સાથે સંબંધ ધરાવે છે જેનું યોગદાન મહારાષ્ટ્રની કુલ જનસંખ્યામાં 30 ટકાથી વધારે છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે કહ્યું કે તે પોતાની જાતિ છુપાવવા નથી માગતા અને તેમણે ક્યારેય જાતિ આદારિત રાજનીતિ નથી કરી. પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ એક કહેવાતા પ્રમાણપત્રમાં તેમને અન્ય પછાત જાતિ (OBC)ના સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
don`t want to hide my caste: રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના સાંસદ અને પવારની દીકરી સુપ્રિયા સુલેએ આ દસ્તાવેજને ડપ્લિકેટ કહીને ફગાવી દીધા. રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ પ્રભાવશાળી મરાઠા સમુદાયથી સંબંધ ધરાવે છે જેનું મહારાષ્ટ્રની કુલ જનસંખ્યામાં યોગદાન 30 ટકાથી વધારે છે.
don`t want to hide my caste: પવારે કહ્યું કે ઓબીસી સમુદાય પ્રત્યે તેમના મનમાં સંપૂર્ણ સન્માન છે પણ તે જે જાતિમાં પેદા થયા છે, તેને તે છુપાવવા નથી માગતા.
તેમણે કહ્યું, "આખું વિશ્વ મારી જાતિ જાણે છે અને મેં જાતિ આધારિત રાજનીતિ નથી કરી અને ન તો ક્યારેય કરીશ. પણ હું આ સમુદાયના મુદ્દાના ઉકેલ માટે દરેક શક્ય પ્રયત્ન કરીશ."
મરાઠા સમુદાયને અનામત આપવાની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે અનામત આપવાનો અધિકાર રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પાસે છે.
પવારે કહ્યું, "મરાઠા માટે અનામતને લઈને યુવા પેઢીમાં ભાવનાઓ તીવ્ર છે અને તેમને વણજોયાં ન કરી શકાય, પણ આ મામલે નિર્ણય લેવાની શક્તિ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે છે."
don`t want to hide my caste: મરાઠા સમુદાય શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં અનામતની માગ કરી રહ્યા છે. તાજેતરમાં રાજ્યમાં મરાઠા અનામતના મુદ્દા પર આંદોલન કરવામાં આવ્યું અને આ દરમિયાન કેયલાક સ્થળે વિરોધ-પ્રદર્શન હિંસક પણ થઈ ગયું હતું.
મરાઠા આરક્ષણનો મામલો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ફરી ઉગ્ર બન્યો છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજનાં માતા જિજાબાઈના વંશજ પ્રોફેસર નામદેવરાવ જાધવે શરદ પવારે લીધેલા એક નિર્ણયથી મરાઠા સમાજે આરક્ષણથી વંચિત રહેવું પડ્યું હોવાનો દાવો એક વિડિયો રજૂ કરીને કર્યો છે. શરદ પવાર રાજ્યમાં ચાર વખત મુખ્ય પ્રધાન મરાઠા સમાજના મતને લીધે જ બન્યા હતા, પરંતુ તેમણે જ મરાઠા સમાજ સાથે અન્યાય કર્યો હોવાનું તેમણે કહ્યું છે.
પ્રોફેસર નામદેવરાવ જાધવે મુંબઈતક સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘શરદ પવારે મરાઠાના હકનું આરક્ષણ નહોતું આપ્યું. ઓબીસીની પહેલી યાદી જ્યારે તૈયાર થઈ હતી ત્યારે ૧૮૦ જાતિ હતી. સુધારિત યાદીમાં મરાઠા ૧૮૧, તેલી ૧૮૨ અને માળી ૧૮૩ ક્રમાંક પર હતા. બાદમાં યાદીમાંથી ૧૮૧ નંબર ગાયબ થઈ ગયો. એ સમયે આરક્ષણ ૧૧ ટકા હતું એમાં વધારો કરીને ૧૪ ટકા કરવામાં આવ્યું હતું. એમાં લેઉવા પાટીલ, લેઉવા કુણબી અને લેઉવા પાટીદાર જાતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સમયે આ ત્રણેય જાતિ પાસેથી કયા ડૉક્યુમેન્ટ્સ લેવામાં આવ્યા હતા? શરદ પવાર મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ઓબીસીનું આરક્ષણ ૧૪ ટકાથી ૩૦ ટકા કર્યું હતું. એ સમયે તેમણે મરાઠા સમાજને બાજુમાં રાખીને તેલી અને માળી જાતિનો સમાવેશ કર્યો હતો.’

