India Maldives Row: માલદીવ્સના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આને લઈને ખૂબ મોટો વિવાદ છેડાઈ ગયો. જો કે, માલદીવે પોતાના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
શરદ પવાર (ફાઇલ તસવીર)
India Maldives Row: માલદીવ્સના કેટલાક મંત્રીઓએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આને લઈને ખૂબ મોટો વિવાદ છેડાઈ ગયો. જો કે, માલદીવે પોતાના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
India Maldives Row: ભારત અને માલદીવ્સ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો થકી વિવાદ વકરી રહ્યો છે. આ દરમિયાન એનસીપી ચીફ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે કહ્યું કે તે (નરેન્દ્ર મોદી) આપણા દેશના પીએમ છે. કોઈ બીજા દેશના કોઈપણ શખ્સ પ્રધાનમંત્રી વિરુદ્ધ આવી ટિપ્પણી કરે છે તો અમે તેનો સ્વીકાર નહીં કરીએ.
ADVERTISEMENT
શરદ પવારે મંગળવારે (9 જાન્યુઆરી) કહ્યું કે અમે વડાપ્રધાન પદનું સમ્માન કરવું જ જોઈએ. તેમણે આગળ કહ્યું કે અમે વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) વિરુદ્ધ પોતાના દેશની બહારની કોઈપણ વાતનો સ્વીકાર નહીં કરે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે ઈઝરાયલથી લઈને બાંગ્લાદેશ સુધીના દેશોએ ભારતનું સમર્થન કર્યું છે.
`હવે નહીં લડું કોઈ ચૂંટણી`
એનસીપી ચીફે મુંબઈમાં એક પ્રેસ કૉન્ફ્રેન્સને સંબોધિત કરતા આ તમામ વાતો કહી. આ દરમિયાન તેમણે એક ચોંકાવનારો નિર્ણય પણ સંભળાવ્યો હતો. પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન તેમણે કહ્યું કે હાલ સંસદ સભ્ય તરીકે કાર્યકાળ ખતમ થયા બાદ તે ભવિષ્યમાં કોઈપણ ચૂંટણી નહીં લડે.
છેલ્લા કેટલાક સમયથી અજિત પવાર તરફથી સતત શરદ પવારની ઉંમરને લઈને કટાક્ષ કરવામાં આવી રહ્યો હતો. શરદ પવારનો આ નિર્ણય મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રાજનૈતિક જાણકારો પ્રમાણે એનસીપી ચીફનો આ નિર્ણય મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તા પલટાના સંકેત જોવા મળી રહ્યા છે.
`આસ્થાની વાત છે રામ મંદિર`
પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન શરદ પવારે રામ મંદિર મામલે પણ પોતાની વાત રજૂ કરી છે. તેમણે રામ મંદિરના મુદ્દાને આસ્થાનો વિષય જણાવ્યો છે. આની સાથે તેમણે પોતાની પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમનું નિવેદન કોઈપણ રાજનૈતિક દળના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતું.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના નાગરિકો પર વાંધાજનક ટિપ્પણીને લીધે હવે વિવાદ વકરી રહ્યો છે. હવે આ ટિપ્પણીને લઈને મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ (No-Confidence Motion Against Mohamed Muizzu) ની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
મૉલદીવ્ઝમાં સંસદીય લઘુમતી નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા હાકલ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ મુઈઝુને સત્તા પરથી હટાવવામાં મદદની અપીલ કરી છે.
મોહમ્મદ મુઇઝ્ઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાગી શકે છે
અલી અઝીમે આ બાબતે જણાવ્યું હતું કે અમે દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા અને કોઈપણ પડોશી દેશને અલગ થવાથી બચાવવા માટે સમર્પિત છીએ. તેમણે તેમની ડેમોક્રેટ પાર્ટીને પણ પૂછ્યું હતું કે શું તમે રાષ્ટ્રપતિ મુઇઝુને સત્તા પરથી હટાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છો? આ સાથે જ અલી અઝીમે સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું હતું કે તમે રાષ્ટ્રપતિ મુઇઝુને સત્તા પરથી દૂર કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છો? શું માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અવિશ્વાસ પ્રસ્તાવ (No-Confidence Motion Against Mohamed Muizzu) લાવવા તૈયાર છે?