બોલતાં પહેલાં પત્ની અને દીકરી સામે જોવાની જરૂર હતી
સંજય રાઉત, નવનીત રાણા
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે શુક્રવારે અમરાવતીમાં પ્રચાર દરમ્યાન ભારતીય જનતા પાર્ટી (BJP)નાં આ બેઠકનાં ઉમેદવાર નવનીત રાણાને ડાન્સર અને બબલી કહીને આ બાઈને મત ન આપવાનું આહવાન શિવસૈનિકોને કર્યું હતું. આ વાંધાજનક ટિપ્પણીનો જવાબ આપતાં નવનીત રાણાએ કહ્યું હતું કે ‘કોણ છે સંજય રાઉત? ભગવાને પણ કર્મનો હિસાબ આપવો પડ્યો હતો. તમે તો રાજકારણમાં છો. એક મહિલા વિશે અભદ્ર બોલતી વખતે તમે જેનું કન્યાદાન કર્યું હતું તે પુત્રી અને તે દીકરીને જન્મ આપનારી તમારી પત્ની સામે જોવાની જરૂર હતી. એક મહિલા ઘરની બહાર નીકળીને કામ કરે છે ત્યારે તેનું સ્વાભિમાન વેચતી નથી. હું અમરાવતીની પુત્રવધૂ છું. નવનીત રાણા સાથે અમરાવતીની દરેક મહિલાનું સ્વાભિમાન, સન્માન જોડાયેલું છે.’