Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાંથી ૧૨.૪૦ લાખનું ડ્રગ્સ જપ્ત, યુગાન્ડાની મહિલા સહિત બેની ધરપકડ

નવી મુંબઈમાંથી ૧૨.૪૦ લાખનું ડ્રગ્સ જપ્ત, યુગાન્ડાની મહિલા સહિત બેની ધરપકડ

13 March, 2024 01:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Navi Mumbai : નવી મુંબઈની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે મળેલી બાતમીને આધારે કાર્યાવાહી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દર દિવસે મુંબઈ (Mumbai)માં ડ્રગ્સ વેચતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું તાજેતરમાં બનેલા બનાવો પરથી જાણવા મળે છે. મુંબઈ પોલીસ (Mumbai Police)એ બુધવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના નવી મુંબઈ (Navi Mumbai)માંથી એક પુરુષ અને યુગાન્ડા (Uganda)ની મહિલાની ધરપકડ કરી છે. તેમના કબજામાંથીરરુપિયા ૧૨.૪૦ લાખની કિંમતનું મેફેડ્રોન (Mephedrone) જપ્ત કરવામાં આવ્યું છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. તાજેતરમાં ડ્રગ્સ જપ્તનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.


નવી મુંબઈની આતંકવાદ વિરોધી ટુકડી (Anti-Terrorism Squad - ATS)ની એક ટીમે મંગળવારે બપોરે બંનેને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (Jawaharlal Nehru Port Trust - JNPT) બાજુથી ઓટો-રિક્ષામાં મુસાફરી કરતા જોયા હતા.



પનવેલ ટાઉન પોલીસ સ્ટેશન (Panvel Town Police Station)ના અધિકારીએ જણાવ્યું હતું કે, શંકાના આધારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમના કબજામાંથી ત્રણ પેકેટમાં રાખવામાં આવેલ ૧૨૫.૩૪ ગ્રામ `MD રોક` (મેફેડ્રોન) જપ્ત કર્યું હતું.


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે યુગાન્ડાની મહિલા સહિત બે જણની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં યુગાન્ડાની વતની ૩૪ વર્ષીય ફાતિમા નયુતો અને કર્ણાટક (Karnataka)ના બિદર (Bidar)ના ૨૪ વર્ષીય પ્રવિણ રમુ રાઠોડ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, બન્ને આરોપી નવી મુંબઈના રહેવાસી છે.

આરોપીઓ પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (Narcotic Drugs and Psychotropic Substances - NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દારૂના સોર્સ અને આરોપી ડ્રગ્સ કોને વેચવાનો ઇરાદો ધરાવે છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય એક કિસ્સામાં, બિહાર (Bihar)ના એક ૨૬ વર્ષીય યુવકની મંગળવારે મુંબઈ (Mumbai)માં રૂ. ૨.૧૧ કરોડની કિંમતના ૭.૪૦ કિલો ચરસ સાથે ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ડ્રગના કન્સાઇનમેન્ટની ડિલિવરી અંગેની સૂચના પર કાર્યવાહી કરતા, ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ના અધિકારીઓએ ઉપનગરીય બોરીવલી (Borivali)માં એક નિયુક્ત સ્થળ પર ચુસ્ત તકેદારી રાખી હતી અને અઝીઝ અહમદ સિદ્દીક નામના માણસને પકડી લીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, અઝીઝ અહમદ સિદ્દીકના સામાનની શોધમાં રૂપિયા ૨.૧૧ કરોડની કિંમતનો ૭.૪૦ કિલો ચરસ (ગાંજો) મળી આવ્યો હતો.

અઝીઝ અહમદ સિદ્દીક બિહારના પશ્ચિમ ચંપારણ (West Champaran) જિલ્લાના બેતિયા શહેરનો રહેવાસી છે અને ડ્રગના કન્સાઈનમેન્ટની ડિલિવરી કરવા માટે મુંબઈમાં હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. જો કે, તે ચરસ કોને પહોંચાડવાનો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. આરોપીની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2024 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK